Fri Sep 04 2026

Logo

એર ઇન્ડિયાએ આજની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ, આ રહી યાદી

2026-03-01 10:01:00
Author: Vimal Prajapati
એર ઇન્ડિયાએ આજની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ, આ રહી યાદી

 

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાન પર કહેર વરસાવ્યો છે. તેવામાં હવે એર ઈન્ડિયા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધના માહોલ વચ્ચે સુરક્ષાના ભાગરૂપે એર ઇન્ડિયાએ 1 માર્ચ, 2026 સુધી અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે. લંડન, ન્યુ યોર્ક, શિકાગો અને પેરિસની મુસાફરી કરતા મુસાફરોને ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ફ્લાઇટ્સમાં લંડન, શિકાગો, ટોરોન્ટો, ન્યુ યોર્ક અને પેરિસ સહિત કેટલાક મુખ્ય સ્થળોની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. 

દિલ્હી, મુંબઈ અને અમૃતસરથી ઉડતી મુખ્ય ફ્લાઇટ્સ પણ રદ્દ 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, એરસ્પેસ બંધ થવાને કારણે, દિલ્હી, મુંબઈ અને અમૃતસરથી ઉડતી મુખ્ય ફ્લાઇટ્સ પણ રદ્દ કરવામાં આવી છે. એરલાઇને જણાવ્યું છે કે મુસાફરો અને ક્રૂની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, અત્યારે મધ્ય પૂર્વની હાલત ખૂબ જ ખરાબ છે, તેના કારણે સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. 

 

કઈ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી?

  • AI161/AI162 અને AI111/AI112: દિલ્હી-લંડન (હીથ્રો) / લંડન (હીથ્રો)-દિલ્હી
  • AI129/AI128: મુંબઈ-લંડન (હીથ્રો) / લંડન (હીથ્રો)-મુંબઈ
  • AI169/AI170: અમૃતસર-લંડન (ગેટવિક) / લંડન (ગેટવિક)-અમૃતસર
  • AI101/AI102: દિલ્હી-ન્યૂ યોર્ક (JFK) / ન્યૂ યોર્ક (JFK)-દિલ્હી
  • AI119/AI116: મુંબઈ-ન્યૂ યોર્ક (JFK) / ન્યૂ યોર્ક (JFK)-મુંબઈ
  • AI191/AI144: મુંબઈ-ન્યૂઆર્ક / ન્યૂઆર્ક-મુંબઈ
  • AI127/AI126: દિલ્હી-શિકાગો / શિકાગો-દિલ્હી (વાયા વિયેના)
  • AI187/AI188 અને AI189/AI190: દિલ્હી-ટોરોન્ટો / ટોરોન્ટો-દિલ્હી (વાયા વિયેના)
  • AI2025/AI2026: દિલ્હી-ફ્રેન્કફર્ટ / ફ્રેન્કફર્ટ-દિલ્હી
  • AI2027/AI2028: મુંબઈ-ફ્રેન્કફર્ટ / ફ્રેન્કફર્ટ-મુંબઈ
  • AI143/AI142 અને AI147/AI148: દિલ્હી-પેરિસ / પેરિસ-દિલ્હી

એર ઇન્ડિયા દ્વારા મુસાફરો માટે શું વ્યવસ્થા કરાઈ?

એર ઇન્ડિયાએ તાત્કાલિક અસરગ્રસ્ત મુસાફરોને સૂચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, તે અસુવિધા ઘટાડવા માટે વૈકલ્પિક ફ્લાઇટ્સ, ફરીથી રૂટિંગ અથવા રિફંડ જેવી સહાય પૂરી પાડી રહી છે. મુસાફરોને એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરવામાં આવે છે.