નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારત પર લગાવેલો આરોપ ફગાવી દીધો છે. સમગ્ર આરોપને ગંભીરતાથી લઈને વિદેશ મંત્રાલયે એક મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. ચિનાબ નદીમાં પૂરના મુદ્દે પાકિસ્તાને ભારત પર આરોપ મૂક્યો હતો. ભારતના કારણે પાકિસ્તાનમાં પૂર આવ્યું હોવાનું પાકિસ્તાનના સત્તાવાળાઓનું કહેવું છે. પણ આ વાતને ગંભીરતાથી લઈને ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં વધારે પ઼ડતા વરસાદના કારણે પૂર આવ્યું છે ભારતના કારણે નહીં.
ક્યા કારણે વધ્યુ ચિનાબનું જળસ્તર?
પાકિસ્તાન તરફ વહેતી ચિનાબ નદીમાં પૂરની સ્થિતિનું સર્જન થતા પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. આ પાછળ પાકિસ્તાને ભારતને જવાબદાર ગણાવી દીધું છે. આ વાત પર જવાબ આપતા વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાને પૂરને લઈ જે દાવા કર્યા છે પાયાવિહોણા છે. તથ્યો સાથે કોઈ મેળ ખાતો નથી. ચિનાબ નદીનું વધેલુ જળસ્તર જમ્મુ કાશ્મીરમાં થયેલા ભારે વરસાદના કારણે છે. ભારતે આમા કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી. વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર તા.20થી 23 જુલાઈ વચ્ચે જમ્મુ કાશ્મીર તથા તેની આસપાસના પહાડી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો.
આ માહિતી શૅર કરવામાં આવશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, જેની અસર પાકિસ્તાનમાં થઈ છે. પાકિસ્તાનના મહાનગર લાહોરમાં જે ફ્લડ ડિવિઝન ફોરેકાસ્ટે તા.22 જુલાઈના રોજ જાહેરકરેલા રિપોર્ટમાં તેને ખુદ એક વાત સ્વીકારી હતી કે, ઉપરના વિસ્તારમાં ભારે વરસાદને કારણે મરાલા હેડક્વાર્ટરમાં પાણી ભરાઈ ગયું હતું. વરસાદ ઓછો થતા પાણીનું સ્તર પણ ઘટી ગયું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાણીનું લેવલ જોખમી સપાટી કરતા ઉપર ન હતું. છતાં પાકિસ્તાને આ વાત કહી છે. આમ છતા ભારત એક રાજકીય માધ્યમથી પાકિસ્તાન સાથે જળ સંબંધીત માહિતી શૅર કરશે.
સિંધુ જળ સમજૂતી મુદ્દે સ્પષ્ટતા
ભારત દેશ કોઈપણ દેશની સંપ્રભુતાનો ભંગ કરતો નથી. ચીને વર્ષ 1963માં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ભારતીય વિસ્તારમાં ખોટી રીતે કબજો કરી લીધો હતો. આની સામે ભારત પોતાનો કાયદાકીય દાવો રજૂ કરી દે છે. એટલું જ નહીં એ વિસ્તારમાં ચીન તરફથી કરવામાં આવતા કેટલાક બાંધકામ અને પ્રોજેક્ટનો પણ વિરોધ કરે છે. કારણ એ ભારતની જમીન છે. સિંધુ જળ સમજૂતી પર ભારતની પોલિસીમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પાકિસ્તાન બોર્ડર પર જ્યાં સુધી આતંકવાદનું સમર્થન સંપૂર્ણ રીતે અને સ્થાયી ધોરણે બંધ નહીં થાય ત્યાં સુધી આ સમજૂતી સ્થગિત રહેશે.