Wed Aug 26 2026

Logo

ઈરાન પર હુમલા માટે અમેરિકાએ ભારતના બંદરોનો ઉપયોગ કર્યો? જાણો હકીકત

2026-03-05 10:28:00
Author: Mayur Patel
ઈરાન પર હુમલા માટે અમેરિકાએ ભારતના બંદરોનો ઉપયોગ કર્યો? જાણો હકીકત

નવી દિલ્હીઃ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલે મળીને કરેલા હુમલાનો આજે પાંચમો દિવસ છે. ઓપરેશન સિંદૂરની જેમ આ વખતે પણ કેટલાક ભ્રામક અહેવાલો પ્રસારિત થયા છે. આવા જ એક સમાચાર અમેરિકન ચેનલમાં પ્રસારિત થયા હતા. જેમાં અમેરિકન નૌસેનાએ ઈરાન પર હુમલા માટે ભારતના બંદરોનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો હતો.ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકન સમાચાર ચેનલ વન અમેરિકા ન્યૂઝના દાવાનું ખંડન કર્યું છે. મંત્રાલયે ફેક્ટ ચેક હેન્ડલથી આ અહેવાલોને સંપૂર્ણ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા.

 યુએસ ટેલિવિઝન નેટવર્ક વન અમેરિકા ન્યૂઝના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય નૌસેનાના મથકોનો ઉપયોગ અમેરિકી યુદ્ધ જહાજો ઈરાની સંપત્તિઓને ટાર્ગેટ કરવા માટેના ઓપરેશનમાં કરી રહ્યા હતા.
 

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ફેક ન્યૂઝથી સાવધાન! અમેરિકા સ્થિત ચેનલ OAN પર કરવામાં આવી રહેલા આ દાવાઓ કે ભારતીય બંદરોનો ઉપયોગ અમેરિકી નૌકાદળ કરી રહ્યું છે, તે સંપૂર્ણપણે જૂઠા અને પાયાવિહોણા છે. અમે તમને આવા પાયાવિહાણા દાવાઓથી સાવધાન કરીએ છીએ.

અત્યારે અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું છે. ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાને ઈઝરાયેલ અને ખાડીના અનેક દેશો પર મિસાઈલ હુમલા કર્યા છે.