મુંબઈઃ બોલિવૂડના અનેક એવા સેલિબ્રિટી નીટ પરીક્ષા પેપર લીક મુદ્દે પોતાની વાત કહી ચૂક્યા છે. સોનું સૂદથી લઈને પ્રકાશ રાજ સુધીના કલાકારોએ વિદ્યાર્થીઓના સમર્થનમાં વાત કહી છે. ઘણા સેલેબ્સે હિંસા ન કરવી જોઈએ એ વાત પણ ઉચ્ચારી છે. પણ બોલિવૂડમાં એક એવી પણ સેલેબ્સ છે જેને નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે અગાઉ પણ ફૂટી ગયેલા પેપરની વાત કહી છે. કાયમ પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી માનુષી છિલ્લરે જણાવ્યું હતું કે, જ્યારે 2015માં પેપર ફૂટ્યું એ સમયે મને પણ અસર થઈ હતી.
આઘાત સમાન હોય છે
એક્ટ્રેસે જણાવ્યું હતું કે, એ સમયને યાદ કરૂ તો અનિશ્ચિતતા જ યાદ આવે. એક ખાસ મુલાકાતમાં માનુષીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈપણ પરીક્ષાનું પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીમાં એક ચિંતાનો માહોલ હોય છે. આ વસ્તુ મેં પણ જોઈ છે. તમે વર્ષોથી મહેનત કરી રહ્યો હોવ અને પરીક્ષા વખતે આવું ખોટું થાય છે એ યોગ્ય નથી. પરીક્ષા એક ફિનિશ લાઈન સમાન હોય છે. પછી ખ્યાલ આવે તે પેપર ફૂટી ગયું છે તો એ આઘાત સમાન હોય છે.
Manushi Chhillar
પરિવારને પણ અસર થાય છે
પરીક્ષામાં માત્ર પેપર લખવું જ પૂરતું નથી હોતું, પ્લાન, પુરૂષાર્થ અને માનસિક તૈયારીની પણ એક અસર હોય છે. આ પરીક્ષાની સાથે જ અન્ય વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિચાર કરતા હોય છે. એમના પરિવારને પણ અસર થાય છે. દરેક જનરેશનની જવાબદારી હોય છે કે તે બેસ્ટ સિસ્ટમ તૈયાર કરવા માટે અવાજ ઉઠાવે. ખુશી છે કે, આ વિષય પર હવે વાતચીત થઈ ગઈ છે. પેપર લીક એ માત્ર વહીવટી તંત્રની જ ભૂલ નથી. આના પર લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ટક્યું હોય છે.