મુંબઈઃ ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી ઘરે ઘરે જાણીતી બનેલી એક્ટ્રેસ મંદાકિનીએ અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેની પોતાની એક વિવાદિત તસવીરને લઈને એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો હતો. મંદાકિનીએ એવી પણ સ્પષ્ટતા કરી કે, આ તસવીર દુબઈની છે અને એક્ટ્રેસ તેને મળવા માટે દુબઈ ગઈ હતી. મંદાકિનીએ કહ્યું હતું કે, મને દાઉદે બોલાવી નહોતી પણ હું એક શૉ માટે દુબઈ ગઈ હતી, આ પછી હું એક ક્રિકેટ મેચ જોવા માટે ગઈ હતી, જ્યાં એ તસવીર લાગી હતી.
મને દાઉદે બોલાવી જ નહોતી
મીડિયાને આપેલી એક ખાસ મુલાકાતમાં મંદાકિનીએ કહ્યું હતું કે, એ તસવીર બાદ કેટલીક અટકળો અને ખબર ફેલાઈ રહી હતી. એના પર તો ખાસ કોઈ કંટ્રોલ નહોતો. એક આર્ટિસ્ટ તરીકે પર હું અનેક લોકોને મળતી હતી. હું આવામાં ખાસ કોઈ ફર્ક કરતી ન હતી. લોકો જે ઈચ્છે છે તે લખે છે. એના પર અમારો કોઈ કંટ્રોલ હોતો નથી. એક આર્ટિસ્ટ હજારો લોકોને મળે છે અને અમારા માટે દરેક વ્યક્તિ બરોબર હોય ચે. એ સમયે ત્યાં પણ ઘણા સ્ટાર હતા. કોની સાથે ફોટો ક્લિક કરાવો કોની સાથે નહીં.
અમે ત્યાં એક શૉ માટે ગયા હતા, મને દાઉદે બોલાવી ન હતી. એ પછી એ તસવીર વિવાદમાં આવી હતી. અનેક પ્રકારની અટકળનું કારણ બની હતી. પણ હકીકત એનાથી ઘણી અલગ છે. પણ આનાથી મારી ફિલ્મી કરિયર ઘણી નેગેટિવ ઈમ્પેક્ટ પડી. ફિલ્મી કરિયર પર માઠી અસર પડી છે. આ વિવાદથી મને ઘણું નુકસાન થયું છે. પછી મને ખ્યાલ આવ્યો કે, આ બધી વસ્તુઓને સંભાળવા માટે એક ટીમ હોવી જોઈએ.
Promo | EP-450 with veteran actress Mandakini premieres today at 5 PM IST
— ANI (@ANI) September 16, 2026
“We went for a show. I wasn’t invited by Dawood in Sharjah.”
“Working with Raj Kapoor on ‘Ram Teri Ganga Maili’ felt very spiritual, like I was hypnotised.”
“There were 16-17 movies I never got paid… pic.twitter.com/lV268JZyRl
દરેક જગ્યાએ અફવાઓનું ખંડન કર્યુ
મેં દરેક જગ્યાએ આ પ્રકારની અફવાનું ખંડન કર્યું છે. વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ દાઉદ દુબઈ ભાગી ગયો, પોલીસ એને શોધી રહી હતી. પણ જ્યારે મંદાકિની અને દાઉદ એકસાથે જોવા મળ્યા, ક્રિકેટ મેચ દરમિયાન સાથે દેખાયા તો સમગ્ર દેશમાં દેકારો બોલી ગયો હતો. બંન્ને વચ્ચે અફેર હોવાના વાવડ જોરશોરથી ફેલાયા હતા. એ પછી પોલીસે મંદાકિની પાસેથી પણ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ લઈને પૂછપરછ કરી હતી. પછી મંદાકિનીને આ કેસમાંથી ક્લિનચીટ મળી ગઈ હતી. એના પછી મંદાકિનીએ દાઉદથી અંતર બનાવી લીધું. મંદાકિની પોતાની પહેલી ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી જ જાણીતી બની ગઈ હતી. આ ફિલ્મમાં તેણે લીડ રોલ પ્લે કર્યો હતો.
વર્ષ 1980ના દાયકામાં હિન્દી સિનેમા ઉદ્યોગમાં તે એક મોટો ચહેરો હતી. રાજકપૂરે આ ફિલ્મમાં તેને ચાન્સ આપીને ઈન્ડસ્ટ્રીમાં મોટી સફળતા અપાવી દીધી હતી. પોતાના ફિલ્મી કરિયરમાં તેણે 75 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું. અનિલ કપૂર, મિથુન ચક્રવર્તી અને ગોવિંદા જેવા મોટા કલાકારો સાથે તેણે કામ કર્યું હતું.