Mon May 25 2026

Logo

જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ ત્યાગ્યો હતો દેહ; જાણો સોમનાથના આ પવિત્ર ભાલકા તીર્થનો ઈતિહાસ અને મહત્વ

2026-05-11 13:15:00
Author: Vimal Prajapati
Article Image

વેરાવળઃ ભાલકા તીર્થ સૌરાષ્ટ્રના વેરાવળમાં શહેરમાં આવ્યું છે, અહીં દરે વર્ષે મોટી સંખ્યમાં લોકો આવતા હોય છે. સોમનાથ મંદિરથી માત્ર ચાર કિમી દૂર આવેલું છે ભાલકા તીર્થ. આ સ્થળની માન્યતા એવી છે કે, અહીં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આરામ કરી રહ્યાં હતા ત્યારે જરૂ નામના શિકારીએ તેમને તીર માર્યું હતું. અહીં જ તેમણે દેહત્યાગ કર્યો હતો. અત્યારે ભાલકા તીર્થને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધાન અને પ્રવસાન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે. 

ભાલકા તીર્થ કેવી રીતે પહોંચી શકાય?

ભાલકા તીર્થ સુધી પહોંચવું એકદમ સરળ છે. જમીન માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ એમ ત્રણેય માર્ગોથી આ સ્થળ રાષ્ટ્રીય ધોરણે સારી રીતે જોડાયેલ છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ અને નજીકનાં હવાઈમથકો દીવ અને રાજકોટ છે. જ્યાંથી તમે થોડા સમયમાં અહીં પહોંચી શકો છે. ભાલકા તીર્થ દીવથી 63 કિમીનાં અંતરે છે. આ સાથે રેલ માર્ગની વાત કરવામાં આવે તો, ભાલકા તીર્થ નિયમિત ટ્રેનો મારફતે દેશના અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. 

ધાર્મિક મહત્વ શું છે?

સોમનાથમાં એક તરફ સોમનાથ મહાદેવ, તો બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણની લીલાનું અંતિમ સ્થાન ભાલકા તીર્થ આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો અને બાળપણ ગોકુળમાં વિત્યુ. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનો દેહ ત્યાર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ ભાલકા તીર્થમાં કર્યો હતો.  જન્માષ્ટમીના પાવન પર્વે  ભાલકા તીર્થ ખાતે દેહોત્સવ તેવા ઉત્સવો ઉજવાતા હોય છે.  જ્યાં શ્રીકૃષ્ણએ દેહ છોડ્યો તે દેહોત્સર્ગ ધામ આજે વૈષ્ણવો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

ભાલકા તીર્થ ક્ષેત્રનું કૃષ્ણ લીલા સાથે ખૂબ જ ધાર્મિક મહત્વ જોડાયેલું છે. યાદવો જ્યારે એકબીજાના દુશ્મન બન્યા અને પરસ્પર સંહાર કરી રહ્યાં હતા ત્યારે શ્રી કૃષ્ણ ખીન્ન થઈ ગયા અને ત્યાથી નીકળીને ભાલકા તીર્થ ક્ષેત્રમાં પીપળાના વૃક્ષ નીચે યોગ સમાધિમાં સુતા હતા. આ દરમિયાન એક પારધીએ કૃષ્ણને મૃગ સમજીને બાણ માર્યું હતું. જે શ્રી કૃષ્ણને પગના તળિયે વાગ્યું હતું અને કૃષ્ણએ દેહત્યાગ કરી દીધો હતો. 

શ્રી કૃષ્ણના છેલ્લા શબ્દો શું હતા?

મૃગનો શિકાર કર્યો છે તેવું સમજીને  પારધીને જ્યારે ખબર પડી કે તીર મૃગને નહીં પરંતુ આરામ કરી રહેલા ભગવાન શ્રીકૃષ્ણને વાગ્યું છે, ત્યારે પારધીએ આ અપરાધ માટે કૃષ્ણની ક્ષમા માંગી હતી. આ દરમિયાન શ્રી કૃષ્ણાના શબ્દો હતા કે, ‘આજે જે કઈ પણ થયું છે તે તેમની સ્વયંમ ઈચ્છાથી થયું છે’.આટલું બોલ્યાં પછી તેમણે દેહ છોડી દીધો હતો.  સ્કંદ પુરાણના પ્રભાસ ખંડના 353 ના અધ્યાયમાં ઉલ્લેખ છે કે, મને બાણ વડે પગના તળિયામાં અહીં જરા પારધીએ વીંધ્યો છે, માટે આ તીર્થ ભાલકા તીર્થના નામથી વિખ્યાત થશે.