Fri Apr 24 2026

Logo

વિસાવદરમાં ફ્લેશલાઇટથી વિફર્યો સિંહ: મારણ છોડી કિશોરી પાછળ દોટ મૂકી, શ્વાનોએ જીવ બચાવ્યો

2026-04-24 21:31:19
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

વિસાવદર: સાસણ ગીરના જંગલોમાંથી નીકળી સિંહ હવે આસપાસના ગામોમાં લટારો મારવા નીકળે છે. ઘણીવાર એકલો તો ઘણીવાર પરિવાર સાથે પણ નીકળે છે. સિંહ આરામથી માનવસસ્તીમાં ટહેલતો હોવાના, પશુઓનો શિકાર કરતા હોવાના અને મારણ કરતા હોવાના વીડિયો નિયમિત વાયરલ થતા હોય છે. જોકે આ વીડિયો અને ફ્લેશલાઈટને લીધે વિસાવદરના રતાંગ ગામે એક 15-16 વર્ષની કિશોરીનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. 

અહીંના વાયરલ થયેલા વીડિયો અનુસાર એક ડાલામથ્થો ગામની શેરીમાં આવી ચડ્યો હતો અને અહીં એક પશુનું મારણ કરી તેને આરામથી ખાઈ રહ્યો હતો. જોકે અહીં ઉમટેલા ટોળાએ મોબાઈલની ફ્લેશલાઈટ શરૂ કરતા અને અવાજ કરતા સિંહ વિફર્યો હતો અને ખાવાનું છોડી એક છોકરી પાછળ દોડયો હતો. ભારે ડરેલી છોકરીએ દોટ મૂકી હતી અને દરમિયાન શ્વાનોએ અવાજ કરતા સિંહ પાછો ફર્યો હતો. જોકે આ ઘટનાએ ગામના લોકોમાં ફફડાટ ફેલાવી દીધો હતો.