Mon Aug 17 2026

Logo

ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર 'તિરંગો' લહેરાયો: 'તારક મહેતા'ની ટીમે કર્યું ખાસ સેલિબ્રેશન

New York   2026-08-16 16:50:18
Author: Mumbai Samachar Team
Article Image

ન્યૂયોર્કઃ ટીવી પર ચાલનારો સૌથી લાંબો શૉ 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં ઘણા પરિવર્તન જોવા મળી રહ્યા છે. સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી માટે પ્રતિષ્ઠિત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને કેસરી, સફેદ અને લીલા રંગથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેના કારણે ન્યૂ યોર્કની સ્કાયલાઇન ભારતીય રંગમાં રંગાઈ ગઈ હતી. આ ભારતીય વારસો, સમુદાય ભાવના અને પ્રખ્યાત ટેલિવિઝન હસ્તીઓના મિશ્રણે એક સાંજને ખરેખર ખાસ અને યાદગાર બનાવી હતી. 

અમેરિકાના આ શહેરની માઈલસ્ટોન ગણાતી ઇમારતે ભારત અને ભારતીય-અમેરિકન સમુદાયના સન્માનમાં તેના ટાવરને રોશનીથી શણગારી હતી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના કલાકારો - જેમાં આસિત કુમાર મોદી, દિલીપ જોશી, મંદાર ચાંદવાડકર અને સોનાલિકા જોશીનો સમાવેશ થાય છે. એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પ્રદર્શનને ચાર ચાંદ લગાવી દીધા હતા. 

જોરદાર સેલિબ્રેશન ઈવનિંગ યોજાઈ

અભિનેતા આદિવી શેષ પણ ઉજવણીમાં જોડાયા હતા. પ્રતિષ્ઠિત સ્થળ પર એકઠા થયેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. શનિવારે 15મી ઓગસ્ટના દિવસે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ- ફેડરેશન ઓફ ઈન્ડિયન એસો. સાથે મળીને ટાવર લાઈટને તિરંગાના રંગે રંગવામાં આવી હતી. 
આ ખાસ પ્રકારની રોશની આ વર્ષે ઈન્ડિયાના સ્વતંત્રતા દિવસની ઉજવણીનો એક ભાગ બની રહી હતી. હાર્મની હેરિટેજની થીમ અંતર્ગત સમગ્ર આયોગન કરવામાં આવ્યું હતં. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર ભવ્ય રંગોથી શણગારેલી પ્રતિષ્ઠિત રચના દર્શાવતો એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે.જેનો હેતુ આ પ્રસંગની ઉજવણી કરવાનો અને સાંજના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવાનો હતો. 

કલાકારોએ આનંદ માણ્યો

આ ઉત્સવમાં ટેલિવિઝન ગ્લેમરનો ટચ ઉમેરીને, લોકપ્રિય ભારતીય ટીવીશો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારો એ ખાસ લાઇટિંગ સમારોહમાં ભાગ લીધો હતો. કલાકારોએ પ્રખ્યાત સ્વીચ ફેરવીને આ યાદગાર ક્ષણમાં ભાગ લીધો હતો, જેમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગના ટાવર લાઇટ્સને ભારતીય ત્રિરંગાના રંગોમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. 
તેમની હાજરીએ ભારતીય ટેલિવિઝન માટે યાદગાર ભાવનાથી ઉજવણીને ભરી દીધી હતી, જ્યારે તેમના પરંપરાગત પોશાકએ ભારતીય સંસ્કૃતિ અને વારસા પર જેં સંધ્યા ખીલી હતી એમાં ભારતીય દેશભક્તિ ધબકી રહી હતી. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના ઓબ્ઝર્વેશન ડેક અનુભવના પ્રવાસ સાથે ઉજવણી ચાલુ રહી. બાદમાં બિલ્ડિંગના 86મા માળે ઓબ્ઝર્વેશન ડેક પરથી ફોટોગ્રાફ્સ લીધા અને ખાસ પ્રસંગની ઉજવણી કરતી વખતે ન્યૂ યોર્કના દૃશ્યોનો આનંદ માણ્યો હતો.