નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી કેસમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ સુર્યકાંતે તપાસને તાર્કિક નિષ્કર્ષ પર લઇ જવા માટે નિર્દેશ આપ્યો હતો. જયારે સીજેઆઈએ તપાસ માટે સમયગાળા અંગે પૂછ્યું ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિનંતી કરી કે સુનાવણી ત્રણ અઠવાડિયા પછી કરવામાં આવે.
એસઆઇટી એ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો
સોલિસિટર જનરલે જણાવ્યું કે એસઆઇટી એ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે અને એસઆઈટીના વડા હાજર હતા. આ દરમિયાન નિર્મોહી અખાડાના વકીલે ધ્યાન દોર્યું કે તેમણે પણ એક અરજી દાખલ કરી હતી, જે હજુ સુધી સૂચિબદ્ધ કરવામાં આવી નથી.
નિર્મોહી અખાડાના વકીલને તપાસ અંગે મંતવ્યો રજૂ કરવા કહ્યું
ત્યારે સીજેઆઈએ નિર્મોહી અખાડાના વકીલને તપાસ અંગે પોતાના મંતવ્યો રજૂ કરવા કહ્યું. એક વકીલે એસઆઈટીની રિપોર્ટની માંગણી કરી. ત્યારબાદ સોલિસિટર જનરલે કહ્યું કે ફોજદારી તપાસમાં આવું થતું નથી. રિપોર્ટ કોર્ટમાં સુપરત કરવામાં આવે છે.
સૂચનો સોલિસિટર જનરલને સુપરત કરી શકે છે
સીજેઆઇ એ પછી કહ્યું કે એસઆઈટી ફોરેન્સિક ઓડિટર સાથે મળીને તપાસ કરી રહી છે. આ તપાસ અંગે કોઈ પણ સૂચનો સોલિસિટર જનરલને સુપરત કરી શકે છે. સોલિસિટર જનરલ તે એસઆઇટીને મોકલશે અને એસઆઈટી તેમના પર વિચાર કરશે.