દેશમાં સતત વધી રહેલી આતંકી પ્રવુતિઓ અંગે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. જે અંતર્ગત સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરક્ષા એજન્સીઓએ 14 રાજ્યોમાં એક સાથે શહેઝાદ ભટ્ટીના ISI સમર્થિત આતંકવાદી નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 200 લોકોની ધરપકડ કરીને 80થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે.
તોડફોડના હુમલાના પ્લાનને નિષ્ફળ બનાવ્યો
આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક્સ પર જણાવ્યું હતું કે, મોદી સરકારે સ્વાતંત્ર્ય દિવસ પહેલા ISI સમર્થિત આતંકવાદી જૂથ શહઝાદ ભટ્ટી નેટવર્કને નષ્ટ કર્યું અને 200થી વધુ ઓપરેટિવ્સની ધરપકડ કરીને તેના તોડફોડના હુમલાના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.
ગ્રેનેડ, પિસ્તોલ, અને જાસૂસી માટે વપરાતા સીસીટીવી કેમેરા જપ્ત
તેમજ ભારતીય સુરક્ષા દળોએ 14 રાજ્યોમાં વિવિધ સ્થળોએ સુઆયોજિત કામગીરી હાથ ધરીને આતંકવાદ પ્રત્યે ભારતની ઝીરો-ટોલરન્સ નીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા આ નેટવર્કને ધ્વસ્ત કર્યું. છે. ISI દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા આ સંગઠન પાસેથી IED,પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગ ધરાવતા ગ્રેનેડ, પિસ્તોલ, જીવંત કારતૂસ અને જાસૂસી માટે વપરાતા સીસીટીવી કેમેરા સહિત જંગી પ્રમાણમાં વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ નેટવર્ક અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું.
Modi govt destroyed the ISI-backed terror group Shahzad Bhatti Network ahead of Independence Day and thwarted its plans for subversive attacks by arresting more than 200 operatives.
— Amit Shah (@AmitShah) August 17, 2026
Indian security forces ripped apart the network by launching coordinated operations across…
ગુજરાતના ત્રણ એફઆઈઆર દાખલ
સ્વાતંત્ર્ય દિવસની આસપાસ SBN-સંબંધિત વિક્ષેપોને નિષ્ફળ બનાવવા માટે, રાજ્ય પોલીસ દળો સાથે રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ-શેરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને 12 ઓગસ્ટના રોજ એક સુઆયોજિત મલ્ટિ-સ્ટેટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પરિણામે 14 રાજ્યોમાંથી 253 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશ (62), હરિયાણા (52), દિલ્હી (51), પંજાબ (44), રાજસ્થાન (15), મહારાષ્ટ્ર (8), ઉત્તરાખંડ (5), કર્ણાટક, ગુજરાત અને બિહાર (3-3), તથા તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેરળ (2-2) જ્યારે દિલ્હી અને કર્ણાટકમાં નવી એફઆઈઆર એફઆઇઆર નોંધવામાં આવી છે.
સીમાપારના જોડાણોની પુષ્ટિ
કુલ મળીને, UAPA,BNS,આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ SBN સામે 80થી વધુ FIR અને 200થી વધુ ધરપકડ નોંધવામાં આવી છે. જપ્ત કરાયેલા સામાનમાં આઈઈડી, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગ ધરાવતા ગ્રેનેડ, પિસ્તોલ, જીવંત કારતૂસ અને જાસૂસી સામેલ છે જે આ નેટવર્કના સીધા સીમાપારના જોડાણોની પુષ્ટિ કરે છે.
શહઝાદ ભટ્ટી નેટવર્ક આઈએસઆઈ સમર્થિત આતંકી સિન્ડિકેટ
શહઝાદ ભટ્ટી નેટવર્ક (SBN)એ પાકિસ્તાન સ્થિત, આઈએસઆઈ સમર્થિત આતંકી સિન્ડિકેટ છે. જે સમગ્ર ભારતમાં ગ્રેનેડ, IED અને પેટ્રોલ બોમ્બ હુમલા તથા ટાર્ગેટેડ કિલિંગ સાથે જોડાયેલું છે. SBN પોલીસ, સંરક્ષણ અને ધાર્મિક સ્થળોની રેકી કરવા અને જાસૂસી માટે સીસીટીવી કેમેરા લગાવવા માટે સ્થાનિક મદદગારોને નાણાં પણ ચૂકવતું હતું.