Fri Sep 04 2026

Logo

‘મુંબઈના કૅપ્ટન બુમરાહે' ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી

2026-05-14 19:35:31
Author: Ajay Motiwala
‘મુંબઈના કૅપ્ટન બુમરાહે' ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી

ધરમશાલા: હિમાચલ પ્રદેશના ધરમશાલા (DHARAMSHALALA)માં આજે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મૅચ માટેની મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમમાં મુખ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યા કે કાર્યવાહક સુકાની સૂર્યકુમાર યાદવ નથી રમી રહ્યા એટલે તેમની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને બુમરાહે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે.

રોહિત શર્માને ઇમ્પૅક્ટ પ્લેયર બનાવવામાં આવ્યો છે અને બૅટિંગમાં તે રિકલ્ટન સાથે દાવની શરૂઆત કરશે.

મુંબઈની ટીમઃ બુમરાહ (કૅપ્ટન), રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, રુધરફર્ડ, તિલક, વિલ જૅક્સ, રાજ બાવા, કૉર્બિન બૉશ્ચ, દીપક ચાહર, શાર્દુલ અને રઘુ શર્મા.

ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ રોહિત, મયંક રાવત, રૉબિન મિન્ઝ, ક્રિશ ભગત અને બૉલ્ટ.

પંજાબની ટીમઃ શ્રેયસ (કૅપ્ટન), પ્રભસિમરન, પ્રિયાંશ, કૂપર કૉનોલી, શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, ઓમરઝાઈ, યેનસેન, બાર્ટલેટ, અર્શદીપ અને ચહલ.

ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ વિજયકુમાર વૈશાક, હરપ્રીત બ્રાર, મિચલ ઑવેન, વિષ્ણુ વિનોદ અને પ્રવીણ દુબે.