Thu Jun 18 2026

Logo

ઇઝરાયલની ઈરાનને ખુલ્લી ધમકી: નવા સુપ્રીમ લીડર ગમે તે હોય, અમે તેમને ખતમ કરી નાખશું

Jerusalem   2026-03-04 18:58:25
Author: Vimal Prajapati
Article Image

જેરૂસલેમઃ ઇરાન-ઇઝરાયલ વચ્ચે તણાવ વધુ તીવ્ર બન્યો છે. ઇઝરાયલના રક્ષા પ્રધાન ઇઝરાયલ કાત્ઝે ફરી એકવાર ઇરાનના નવા સુપ્રીમ લીડરને ખુલ્લેઆમ ધમકી આપી છે. રક્ષા પ્રધાન કાત્ઝે ધમકી આપતા કહ્યું કે, ઈરાન પોતાના સુપ્રીમ લીડર તરીકે ભલે ગમે તેને પસંદ કરે, પરંતુ તેને અમે ખતમ કરી નાખશું. ઇઝરાયલના રક્ષા પ્રધાન ઇઝરાયલ કાત્ઝે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ઈરાનને આવી ધમકી આપી છે. 

IDFને આ મિશન માટે તૈયાર રહેવાનો આદેશ

કાત્ઝે વધુમાં કહ્યું કે વડા પ્રધાન અને IDFને આ મિશન માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. અમેરિકા સાથે મળીને ઇરાની રેજિમની ક્ષમતાઓને તોડીશું અને ઇરાની જનતા માટે રેજિમ બદલવાની સ્થિતિ બનાવીશું. મંગળવારે ઇઝરાયલે કોમ શહેરમાં અસેમ્બલીની ઇમારત પર હુમલો કર્યો, જ્યાં નવા લીડર પર ચર્ચા થતી હતી. 

ઇરાનના નવા સુપ્રીમ લીડરનો પણ થશે ખાત્મો?

એક્સ પર પોસ્ટ કરતા કાત્ઝે લખ્યું કે, ઈરાની આતંકી શાસન દ્વારા નિયુક્ત કરેલા કોઈ પણ નેતા દ્વારા જો ઇઝરાયલને નષ્ટ કરવાનો, અમેરિકા અને આઝાદ દેશો અને ઈરાની લોકો પર આત્યાચાર કરવાની કોઈ યોજના બનાવી તો તેને ખતમ કરી દેવામાં આવશે. ચાહે તેનું નામ ગમે તે હોય અને ભલે તે ગમે તે જગ્યાએ છુપાયેલો હોય.  

વડાપ્રધાન અને મેં IDF ને ઓપરેશન રોર ઓફ ધ હેરિયરના આવશ્યક ભાગ રૂપે મિશનને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા અને સંચાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. અમે અમારા અમેરિકન ભાગીદારો સાથે મળીને, ઈરાની લોકો દ્વારા શાસનને ઉથલાવી પાડવા અને તેને બદલવાની ક્ષમતાને કચડી નાખવા માટે જોરશોરથી કામ કરવાનું ચાલુ રાખીશું.

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ પછી તેમના પુત્ર Mojtaba Khameneiને નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેથી એક રીતે જોવા જઈએ તો ઇઝરાયલ દ્વારા સીધી રીતે આયતુલ્લા અલી ખામેનેઈના પુત્ર Mojtaba Khameneiને ધમકી આપવામાં આવી છે કે, જો ઇઝરાયલ વિરૂદ્ધ કોઈ પ્રવૃત્તિ કરશે તો તેને ખતમ કરી દેવાવામાં આવશે.