Tue Apr 21 2026

Logo

યુએસ નેવીની ચેતવણી છતાં ઈરાની જહાજે પાર કર્યો અરબી સમુદ્ર

Tehran   2026-04-21 15:41:00
Author: Chandrakant Kanoja
Article Image

તહેરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે  હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે સતત વિવાદ વધી રહ્યો છે.  જેમાં અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ નાકાબંધી કરી છે. તેમજ કોઇપણ જહાજને નાણાં ચુકવ્યા બાદ આગળ નહિ વધવા ચેતવણી આપી છે. જેમા ઇરાનના જહાજને પણ પસાર નથી થવા દેવા આવતા. આ દરમિયાન યુએસ નેવીની ટાસ્ક ફોર્સની ચેતવણી છતાં ઈરાની જહાજ 'સિલી સિટી' અરબી સમુદ્ર પાર કરીને ઈરાનના પ્રવેશ્યું હતું. 

યુદ્ધ વિરામ સમાપ્ત થવામાં માત્ર એક દિવસ બાકી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ સમાપ્ત થવામાં માત્ર એક દિવસ બાકી છે. તેમજ પાકિસ્તાનમાં  શાંતિ વાટાઘાટો અંગે ઈરાન તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળવાને કારણે ટ્રમ્પની ચિંતા વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રમ્પ હવે ઈરાનના ટોચના નેતાઓ સાથે સીધો સંપર્ક કરી શકે છે. ટ્રમ્પ કોઈપણ કિંમતે આ યુદ્ધનો અંત લાવવા માટે કટિબદ્ધ દેખાય છે.

શાંતિ મંત્રણા માટે ઇરાને ઇનકાર કર્યો 

આ દરમિયાનના પાકિસ્તાનના ઇસ્લામાબાદ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા માટે ઇરાને ઇનકાર કર્યો છે. 
જોકે, આ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ઈરાન વાતચીતમાં જોડાવાનો ઇનકાર કરશે તો તેને પહેલા ક્યારેય ન જોયેલા પરિણામોનો સામનો કરવો પડશે.

જેડી વેંસના નેતૃત્વમાં ટીમ ઈસ્લામાબાદ જવા રવાના

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના નેતૃત્વમાં ટીમને ઈસ્લામાબાદ રવાના કરી છે તો ઈરાન આ વખતે શાંતિ વાર્તામાં ભાગ લેવા ઈચ્છુક હોય તેમ લાગતું નથી. ઈરાનના સ્પીકર મોહમ્મદ બાગેલ ગાલિબાફે કહ્યું કે, ધમકી વચ્ચે  અમેરિકા સાથે કોઈપણ પ્રકારની શાંતિ વાર્તા થઈ શકે નહીં. જોકે પાકિસ્તાન તરફથી ઈરાનનું પ્રતિનિધિમંડળ વાટાઘાટોમાં સામેલ થશે તેમ કહેવામાં આવ્યું છે.