તેહરાનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. ઈરાનની સેનાએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે, અમેરિકા સાથે ટક્કર ફરી શરૂ થઈ શકે છે. ઈરાનનું એવું કહેવું છે કે,સ્થિતિ એવી બની રહે છે કે, સમજૂતીની વાત નબળી પડી રહી છે.
અમેરિકા પર ભરોસો નથી. ઈરાનના મીડિયા રિપોર્ટ અનુસાર ઈરાન સૈન્ય સાથે જોડાયેલા અધિકારી મોહમ્મદ જાફર અસદીએ કહ્યું કે, જે સંકેત અમેરિકા તરફથી મળી રહ્યા છે એ ધ્યાને લેતા એવું લાગી રહ્યું છએ કે, તે કોઈ પણ સમજૂતી કે સમજદારી પર કાયમ રહી શકે એમ નથી. ટકી શકે એમ નથી. અમેરિકા સતત નિવેદન આપી રહ્યો છે. હવે એમના ઈરાદા પર સવાલ ઊઠી રહ્યા છે. સૈન્ય અધિકારીની વાત પરથી એટલું કહી શકાય છે કે, ઈરાનને હવે અમેરિકા પર કોઈ ભરોસો નથી.
ટ્રમ્પ આ શું બોલી ગયા?
આ સમગ્ર મામલો ત્યારે વધારે ગરમાયો જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દો વાપરીને નિવેદન આપી દીધું. ટ્રમ્પે કહ્યું કે, અમે પાગલ લોકોના હાથમાં પરમાણું હથિયાર નહીં આપીએ. ટ્રમ્પની આ લાઈનથી આ પહેલા ચાલી રહેલી ખેંચતાણમાં આગમાં ઘી નાંખવાનું કામ કર્યું. આ નિવેદનની સીધી અસર ઈરાન પર થઈ.
આ નિવેદનને ઈરાન માટે મોટી ચેતવણી માનવામાં આવે છે. ટ્રમ્પની આ વાતથી ફરીવાર બે દેશ વચ્ચે માહોલ ગરમાઈ ગયો.વધારે ગંભીર બની ગયો. ઈરાન તરફથી એવું જાણવા મળ્યું કે, ઈરાન કોઈ પણ હુમલા માટે તૈયાર છે. હાલત બગડશે કે કોઈ કાર્યવાહી અમેરિકા તરફથી કરવામાં આવશે તો જવાબ દેવા માટે ઈરાન તૈયાર છે. કોઈ ભૂલ કે નવી હરકત અમેરિકા કરશે તો ઈરાન ચૂપ નહીં બેસે. અમેરિકાના ઘણા નિવેદન માત્ર દેખાડા માટે હોય છે. દુનિયાને ચોંકાવવા માટે હોય છે.
ઈરાનની વાતમાં સ્પષ્ટતા
અમેરિકાનો ટાર્ગેટ અસલી જે સમસ્યા છે એને ઉકેલવાનો નથી પણ પોતાની સ્થિતિને સ્થિર કરી રાખવાનો છે. ખાસ કરીને તેલની કિંમત અને પોતાની છબીને લઈ અમેરિકાને વધારે ચિંતા છે. અમેરિકાએ કહ્યું હતું કે, ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે. ઈરાન જે તે શરતો માનવા માટે તૈયાર નથી. ઈરાને કેટલીક એવી માગ રાખી છે કે, જે માનવા માટે અમેરિકા તૈયાર નથી.ઈરાનની અંદર સરકારમાં પણ નેતૃત્વમાં કોઈ એકતા નથી.
કોઈ એકજૂથ નથી. ત્યાં બધા અલગ અલગ જૂથમાં વર્ગીકૃત થયેલા છે. સામસામે આક્ષેપબાજી પરથી એટલું કહી શકાય કે, બન્ને દેશ એકબીજા પર કોઈ મુદ્દે ભરોસો કરવા માટે તૈયાર નથી. સૌથી મોટો સવાલ એ છે કે, આ તણાવ આગળના સમયમાં શું યુદ્ધમાં બદલી જશે? આવી સ્થિતિ યથાવત રહી તો ફરી કંઈક મોટું થવાના એંધાણ છે.