Thu Apr 23 2026

Logo

ઇરાને પાકિસ્તાન સરહદથી દેશમાં ઘૂસેલા 12  આતંકવાદીઓને ઠાર માર્યા

Tehran   2026-04-22 20:30:40
Author: Chandrakant Kanoja
Article Image

તહેરાન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ઇરાને પાકિસ્તાન સરહદ પરથી દેશમાં ઘૂસેલા 12  આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ઈરાની સુરક્ષા દળોએ જૈશ અલ-અદલ આતંકવાદી જૂથની એક ઓપરેશનલ ટીમને નિષ્ક્રિય કરી દીધી હતી. 

રાસ્ક ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ

આ અંગેના મીડિયા અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે આતંકવાદીઓ પાકિસ્તાન સરહદથી રાસ્ક ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. 

આતંકવાદીઓ પાસેથી શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત 

આ ઘટના ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બની હતી. ઈરાની મીડિયા  અહેવાલ મુજબ ઈરાની સુરક્ષા દળોએ 'જૈશ અલ-અદલ' સાથે જોડાયેલા ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી સરહદ પાર કરીને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના 'રાસ્ક' વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી.આ આતંકવાદીઓ પાસેથી શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ઈરાની સૈન્યએ  આ કાર્યવાહી અંગે વધુ વિગતો જાહેર નથી કરી.