હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો, પરંતુ આ હકીકત છે. આધુનિક જીવનશૈલી અને બેઠાડું જીવનના કારણે આપણી પરંપરાગત થાળીનું સંતુલન બગડી ગયું છે, જે સીધી રીતે ડાયાબિટીસ અને ઓબેસિટી જેવી બીમારીઓને આમંત્રણ આપી રહ્યું છે આજે આપણે આ સ્ટોરીમાં જાણીશું કે આખરે કઈ રીતે તમે આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો એ...
સમસ્યા ખોરાકમાં નથી, તેનું પ્રમાણ છે
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આપણી થાળીમાં દાળ, રોટલી, ભાત અને શાક બધું જ હોય છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે આપણી પ્લેટમાં કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે રોટલી, ભાત, બટાકાનું પ્રમાણ 70થી 80 ટકા જેટલું થઈ જાય છે અને પ્રોટીન જેમ કે દાળ, પનીર, દહીં કે પછી ફાઈબર અર્થાત્ જ સલાડ, લીલા શાકભાજી નામમાત્રના રહી જાય છે. એક જ સમયે મોટા પ્રમાણમાં ભાત અને રોટલી બંને ખાવાથી શરીરમાં અચાનક બ્લડ શુગર વધી જાય છે.

બદલાતી જીવનશૈલી
પહેલાંના સમયમાં લોકો ફિઝિકલ એક્ટિવિટી ખૂબ વધારે કરતા હતા, જેને કારણે તેઓ ગમે તેટલું કાર્બોહાઇડ્રેટ ખાતા, તે એનર્જીના રૂપમાં બર્ન થઈ જતું હતું. પરંતુ આજે સમય બદલાયો છે અને આપણો મોટાભાગનો સમય કમ્પ્યુટર સામે બેસીને કે ઓછી શારીરિક હલચલમાં પસાર થાય છે. આવી પરિસ્થિતિમાં વધારાનું કાર્બોહાઇડ્રેટ શરીરમાં ચરબી તરીકે જમા થવા લાગે છે અને ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા કરે છે.
માય પ્લેટ કોન્સેપ્ટ: કેવી હોવી જોઈએ આદર્શ થાળી?
એક્સપર્ટની સલાહ મુજબ, આપણે આપણી થાળીને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવી જોઈએ.
50 ટકા એટલે કે અડધી થાળીમાં લીલા અને મોસમી શાકભાજી, બાફેલા શાક અને ભરપૂર સલાડ તેમ જ ફાઈબર, 25 ટકા થાળીમાં પ્રોટીનના સ્ત્રોત જેવા કે દાળ, ઘટ્ટ દહીં, પનીર, સોયાબીન અને 25 ટકા થાળી અનાજ એટલે કે કાર્બોહાઇડ્રેટનો સમાવેશ કરવો જોઈએ. આ ભાગમાં કાં તો તમે મર્યાદિત માત્રામાં રોટલી લો અથવા ભાત લો. બંને વસ્તુઓ એકસાથે પેટ ભરીને ખાવાનું ટાળો.

શું છે સોલ્યુશન?
ડાયાબિટીસથી બચવા કે તેને કંટ્રોલમાં રાખવાનો અર્થ એ બિલકુલ નથી કે તમે રોટલી-ભાત ખાવાનું બંધ કરી દો. હંમેશા કોમ્પ્લેક્સ કાર્બ્સ જેમ કે થૂલાવાળો લોટ, બ્રાઉન રાઈસ અથવા મિલેટ્સ જેમ કે બાજરી, જુવાર, રાગીને પ્રાધાન્ય આપો. આ ઉપરાંત જમવાની શરૂઆત હંમેશા સલાડ કે શાકભાજીથી કરો, જેથી ફાઈબર પેટમાં પહેલા પહોંચે અને શુગરને લોહીમાં ધીમે-ધીમે રિલીઝ કરે.
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી એક જ વારમાં બહુ બધું ખાવાને બદલે દર થોડા-થોડા સમયે મર્યાદિત પ્રમાણમાં ખાઓ. જો તમને કોઈ દિવસ ભાત અને રોટલી બંને ખાવાનું મન થાય, તો બંનેની ક્વોન્ટિટી અડધી-અડધી કરી દો, જેમ કે એક નાની રોટલી અને અડધી વાટકી ભાત અને તેની સાથે સલાડનું પ્રમાણ બમણું કરી દો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.