આજકાલનો જમાનો સ્માર્ટફોનનો છે અને આજના સમયમાં આપણામાંથી મોટાભાગના લોકોનો દિવસ સ્માર્ટફોન વિના અધુરો છે. સ્માર્ટફોન એ આપણા દૈનિક જીવનનો અવિભાજ્ય હિસ્સો બની ચૂક્યો છે. બેંકિંગ, કોલિંગથી લઈને મનોરંજન સુધીના મોટાભાગના કાર્યો માટે ફોન અનિવાર્ય છે. આ જ કારણ છે કે ફોનની બેટરી અને ચાર્જિંગને લઈને કરવામાં આવતી નાની બેદરકારી પણ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. મોટાભાગના લોકો ફોનને ચાર્જિંગમાંથી અનપ્લગ કરતી વખતે એક સામાન્ય ભૂલનું વારંવાર પુનરાવર્તન કરીએ છીએ. આજે આપણે આ સ્ટોરીમાં જાણીશું આવુી જ કેટલીક ભૂલો વિશે...
વાયર ખેંચવાની સામાન્ય ભૂલ અને તેના ગેરફાયદા:
કેબલથી ખેંચવું જોખમી: ઘણા લોકો ફોન ચાર્જ થઈ ગયા પછી ડેટા કેબલના વાયરને પકડીને જોરથી ખેંચી કાઢે છે. આ પદ્ધતિ તદ્દન ખોટી છે.
આંતરિક વાયરિંગ ડેમેજ: વાયર ખેંચવાથી કેબલની અંદર રહેલા બારીક તાંબાના તાર અને કનેક્ટર પર ભારે દબાણ પડે છે, જેના કારણે કેબલ અંદરથી તૂટી જાય છે અને ફોન સ્લો ચાર્જ થવા લાગે છે અથવા ચાર્જિંગ પોર્ટ લૂઝ થઈ જાય છે.
સાચી રીત: ચાર્જિંગ કેબલ કાઢતી વખતે હંમેશા કનેક્ટરના પ્લાસ્ટિક કે મેટલ હેડને પકડીને સીધું બહાર ખેંચવું જોઈએ, વાયરને ક્યારેય પકડવો નહીં.
વોલ સોકેટમાંથી ચાર્જર કાઢતી વખતે પણ રાખો સાવધાની:
માત્ર ફોનમાંથી જ નહીં, પરંતુ દીવાલના સ્વિચ બોર્ડ (સોકેટ)માંથી એડેપ્ટર કાઢતી વખતે પણ લોકો વાયર ખેંચતા હોય છે. આમ કરવાથી પ્લગ અને કેબલના જોઈન્ટ પર ખેંચાણ થાય છે. હંમેશા ચાર્જરના એડેપ્ટર (પ્લગ બોડી)ને પકડીને જ સોકેટમાંથી બહાર કાઢવું હિતાવહ છે.
ડેમેજ કેબલનો ઉપયોગ કરવાથી બેટરી પર જોખમ:
જો કેબલ ક્યાંયથી કપાઈ ગઈ હોય, તાર બહાર આવી ગયા હોય કે ચાર્જિંગ વખતે વધુ પડતી ગરમ થતી હોય, તો તેનો તાત્કાલિક ઉપયોગ બંધ કરવો જોઈએ. ડેમેજ કેબલના કારણે ફોન અને ચાર્જર ઓવરહીટ થઈ શકે છે, જે સ્માર્ટફોનની બેટરી હેલ્થને લાંબા ગાળે મોટું નુકસાન પહોંચાડે છે અને શોર્ટ સર્કિટનું જોખમ ઊભું કરે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી અત્યારે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો, જેથી તેઓ પણ આવી ભૂલો કરતાં અટકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.