Fri Apr 17 2026

Logo

Opening Bell: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારની કેવી થઈ શરૂઆત? કયા શેરમાં બોલ્યો કડાકો

2026-03-16 09:57:00
Author: Mayurkumar Patel
Article Image

 

મુંબઈઃ સપ્તાહની પ્રથમ કારોબારી દિવસ સોમવારે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ હતી. IDBI બેંકના શેરમાં 13 ટકાનો કડાકો બોલ્યો હતો. શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. જોકે 9.34 કલાકે સેન્સેક્સ 148.13 પોઈન્ટના વધારા સાથે 74683.41 પોઈન્ટ અને નિફ્ટી 37.9 પોઈન્ટના વધારા સાથે 23189.00 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યા છે.

સેન્સેક્સના 30માંથી 16 શેર ઘટાડા સાથે ખૂલ્યા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપરાંત આઈટીસી, કોટક બેંક, ટાટા સ્ટીલ, સન ફાર્મા,એનટીપીસી અને પાવર ગ્રિડમાં તેજી જોવા મળી હતી. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો થયો હતો.

ગત સપ્તાહના અંતિમ કારોબારીદિવસ શુક્રવારે ભારતીય શેરબજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1470.50 પોઇન્ટના  કડાકા સાથે 74563.92 પોઇન્ટની અને નિફ્ટી ઇન્ડેક્સ 488.06 પોઇન્ટના ઘટાડા સાથે 23151 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. વ્યાપક વેચવાલી વચ્ચે મોટાભાગના સેક્ટરલ ઇન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં નિફ્ટી મેટલમાં મોટી નુકસાની નોંધાઇ હતી. ત્યારબાદ રિયલ્ટી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો હતો. ફાઇનાન્શિયલ અને ઓટો સેકટર્સમાં પણ નબળાઇ જોવા મળી હતી. પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સમાં 3700 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો.