કાઠમંડુઃ નેપાળની ભોટેકોશી નદીમાં બુધવારે આવેલી વિનાશક પૂરની આફતે ભારે તબાહી મચાવી છે. આ જળપ્રલયમાં અત્યાર સુધીમાં 162 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 750થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. આ ગંભીર આપત્તિ વચ્ચે નેપાળના વડાપ્રધાન બાલન શાહે રાષ્ટ્ર જોગ સંબોધનમાં દેશવાસીઓને ધૈર્ય રાખવા અને એકજૂથ થઈને સંકટનો સામનો કરવા અપીલ કરી છે. નેપાળ સરકારે રાહત અને બચાવ કામગીરી માટે સેના, સશસ્ત્ર પોલીસ બળ અને નેપાળ પોલીસને ઉતારી દીધી છે.
નેપાળની કપરી સ્થિતિમાં ભારતે આપ્યો સાથ
ભારતે તાત્કાલિક ધોરણે મદદનો હાથ લંબાવતા રાહત સામગ્રીનો પહેલો જથ્થો નેપાળ મોકલી દીધો છે. આ સહાય બદલ વડાપ્રધાન બાલન શાહે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. નેપાળ પીએમઓ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આપના ટેલિફોન કોલ અને ઊંડી સંવેદનાઓ માટે ખૂબ ખૂબ આભાર. આ કપરા સમયમાં નેપાળ પ્રત્યે એકજૂથતા દર્શાવતા આપના સ્નેહપૂર્ણ શબ્દો અને ઉદાર મદદની અમે હૃદયપૂર્વક સરાહના કરીએ છીએ. આ સદ્ભાવના બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોની પ્રતીક છે’.
Thank you very much, Prime Minister @narendramodi, for your kind call and deep condolences.
— PMO (@PM_nepal_) August 26, 2026
We deeply appreciate your warm words of solidarity and your generous offer of assistance to Nepal during this difficult time.
This gesture of solidarity is a reflection of the enduring… https://t.co/VepX2UzxuG
લોકોને સુરક્ષિત બહાર કાઢવા સરકારની પહેલી પ્રાથમિકતા
નેપાળ સરકાર માટે હાલ ઘાયલોની સારવાર, ગુમ થયેલા લોકોની શોધખોળ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવું એ પ્રથમ લક્ષ્ય છે. ભોટેકોશીના પૂરને કારણે રાસુવા અને આસપાસના વિસ્તારોમાં રસ્તા, પુલ, રહેણાંક વિસ્તારો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 95થી વધુ મૃતદેહો મળી આવ્યાં છે.
प्रधानमन्त्री बालेन्द्र शाहसँग कुराकानी गरेँ र नेपालमा आएको बाढीका कारण ज्यान गुमाउनेहरूप्रति समवेदना व्यक्त गरेँ। यस कठिन समयमा भारतका जनता नेपालका आफ्ना दिदीबहिनी तथा दाजुभाइहरूसँग ऐक्यबद्ध भई साथै उभिएका छन्।
— Narendra Modi (@narendramodi) August 26, 2026
भारत नेपाललाई सम्भव भएसम्मका सबै प्रकारका मानवीय सहायता उपलब्ध…
ભારતે C-130J વિમાન દ્વારા 10 ટન રાહત સામગ્રી મોકલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ બાલન શાહ સાથે ટેલિફોનિક વાતચીતમાં નેપાળને દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. ભારતે 10 ટન 'હ્યુમેનિટોરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ' (HADR) સામગ્રી અને જરૂરી દવાઓ નેપાળ રવાના કરી દીધી છે. ભારતીય વાયુસેનાના C-130J લશ્કરી પરિવહન વિમાને બુધવારે રાત્રે 8:35 વાગ્યે હિંડન એરબેઝથી કાઠમંડુ માટે ઉડાન ભરી હતી. ભારતીય ટીમો નેપાળી અધિકારીઓ સાથે મળીને બચાવ કામગીરીમાં સતત સહયોગ આપી રહી છે.