Thu Aug 27 2026

Logo

મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે બૅટિંગ પસંદ કરીઃ બન્ને કૅપ્ટન વચ્ચે `નો હૅન્ડશેક'

Birmingham   2026-06-14 19:05:42
Author: Ajay Motiwala
મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે બૅટિંગ પસંદ કરીઃ બન્ને કૅપ્ટન વચ્ચે `નો હૅન્ડશેક'

બર્મિંગમઃ ઇંગ્લૅન્ડમાં આજે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે મહિલા ટી-20 વર્લ્ડ કપની રસાકસીભરી મૅચ છે અને એનો ટૉસ ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌરે જીતી લીધો છે અને પ્રથમ બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. બન્ને કૅપ્ટન વચ્ચે ધાર્યા મુજબ `નો હૅન્ડશેક'ની નીતિ ચાલુ રહી છે. જોકે હરમનપ્રીતે ફાતિમા સના સાથે હાથ મિલાવવાનું ટાળ્યું એમ કહીએ તો પણ ખોટું નથી.

વર્લ્ડ કપમાં તેમ જ એકંદરે ટી-20માં પાકિસ્તાન સામે ભારતનો રેકૉર્ડ ખૂબ સારો છે. પાકિસ્તાને ડાયના બેગને ડ્રૉપ કરીને આંચકો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ મૅચ પહેલાં ઇંગ્લૅન્ડનો શ્રીલંકા સામે, સ્કૉટલૅન્ડનો આયરલૅન્ડ સામે, ઑસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા સામે, વેસ્ટ ઇન્ડિઝનો ન્યૂ ઝીલૅન્ડ સામે અને બાંગ્લાદેશનો નેધરલૅન્ડ્સ સામે વિજય થયો હતો.

બન્ને દેશની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, શ્રી ચરની અને શ્રેયંકા પાટીલ.

પાકિસ્તાનઃ ફાતિમા સના (કૅપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સાઇરા જબીન, નતાલિયા પરવેઝ, આલિયા રિયાઝ, રમીન શમીમ, નશરા સંધુ, સાદિયા ઇકબાલ અને તસ્મિયા રુબાબ.