Tue Aug 25 2026

Logo

ભારત-ઇંગ્લૅન્ડ ટી-20નો ટૉસ સમયસર ન થયો, કારણ છે કે...

Southampton   2026-07-11 19:00:27
Author: Ajay Motiwala
ભારત-ઇંગ્લૅન્ડ ટી-20નો ટૉસ સમયસર ન થયો, કારણ છે કે...

BCCI


સધમ્પ્ટન (ઇંગ્લૅન્ડ): શ્રેયસ ઐયરના સુકાનમાં ભારતની ટી-20 ટીમ યજમાન ઇંગ્લૅન્ડ (England) સામેની પાંચ મૅચની ટી-20 સિરીઝ 0-3થી હારી ચૂકી છે, પરંતુ અહીં આજે રમાનારી અંતિમ ટી-20 મૅચ જીતીને થોડીઘણી આબરૂ સાચવવાનો ભારતીય ટીમને મોકો છે ત્યાં તેઓ આ શહેરના ટ્રાફિકમાં અટવાઈ ગયા હોવાથી સ્ટેડિયમ સુધી સમયસર નથી પહોંચી શક્યા.

પરિણામે, ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાની મૅચ માટે 6.30 વાગ્યે ટૉસ થવાનો હતો એ નથી થઈ શક્યો.

સ્ટેડિયમથી ચાર માઇલ દૂર સધમ્પ્ટન (Southampton) ઍરપોર્ટ પાર્કવે સ્ટેશનથી માંડીને મુખ્ય રસ્તા પર ટ્રાફિક જૅમ હોવાથી મૅચ સાથે સંકળાયેલા ઘણા લોકો સ્ટેડિયમ સુધી નથી પહોંચી શક્યા.

ખુદ ભારતીય ટીમના ખેલાડીઓ પણ ટ્રાફિકમાં ઘણા સમય સુધી ફસાયા હતા અને ભારે સંઘર્ષ બાદ સ્ટેડિયમ સુધી પહોંચ્યા હતા.

જો વૈભવ સૂર્યવંશીને આજે ચોથી વખત રમાડવામાં આવશે તો તે મોટી ઇનિંગ્સ રમીને પાછલી ત્રણ મૅચના 14, 13 અને 15ના સ્કોરને ભુલાવી શકશે.