ત્રણ વર્ષમાં ₹ 1 કરોડથી વધુ આવક ધરાવનારા કરદાતાઓની સંખ્યામાં વૃદ્ધિ
નવી દિલ્હીઃ દેશમાં વાર્ષિક એક કરોડ કે તેથી વધુ કમાણી કરતા વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે. આ વાત એ પુરવાર કરે છે કે, દેશના એ યુવાનો જેની આવક સારી છે અને જુદા જુદા સેક્ટરમાંથી કમાણી સારી થઈ રહી છે. દેશમાં ડાયરેક્ટ ટેક્સ વસૂલાત ₹8.11 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે વાર્ષિક ધોરણે 1 કરોડ કમાનારા વધ્યા છે. દેશના સામાન્ય માણસની આવકમાં વધારો આર્થિક પ્રગતિનો સંકેત આપે છે. આવકમાં આ વધારાને પરિણામે ડાયરેક્ટ ટેક્સ ક્લેક્શનનો આંકડો 1 એપ્રિલ, 2026થી 10 ઓગસ્ટ, 2026 દરમિયાન 23.09% વધીને ₹8.11 લાખ કરોડ થયો છે. આ છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલ સૌથી વધુ વૃદ્ધિ દર્શાવે છે.
કેટલી રકમનું રિફંડ
અગાઉ નવેમ્બર 2022માં 25.71 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આ વખતે ટોટલ ટેક્સ ક્લેક્શનમાં વ્યક્તિગત કરદાતાઓ અને HUF (હિન્દુ અવિભાજિત પરિવારો)નો નોંધપાત્ર હિસ્સો છે. 10 ઓગસ્ટ, 2026 સુધીમાં ચાલુ નાણાકીય વર્ષ માટે દેશનું ડાયરેક્ટ ટેક્સ ક્લેક્શન 23.09% વધીને ₹ 8.11 લાખ કરોડ રહ્યું હતું.
દેશમાં વધી રહેલા જુદા જુદા સેક્ટર અને તેના વિકાસથી એ ક્ષેત્રમાં કામ કરનારા લોકોની સંખ્યા વધી છે. સામે જે તે સેક્ટર ટેલેન્ટ ધરાવતા યુવાનોને મોટી રકમ પણ વેતનરૂપે આપી રહ્યા છે. એક સરકારી માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ટેક્સની વસૂલાત 19.75% વધીને ₹9.55 લાખ કરોડ થઈ છે. આવકવેરા વિભાગે ₹ 1.43 લાખ કરોડના રિફંડ કર્યા છે.
ટોટલ વસૂલાતના આંકડા
આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 3.79% નો વધારો દર્શાવે છે. કર ઘટકોને જે તે સેક્ટર અનુસાર વર્ગીકૃત તો, કોર્પોરેટ ટેક્સમાંથી આવક પાછલા વર્ષના ₹2.26 લાખ કરોડથી વધીને ₹2.70 લાખ કરોડ થઈ છે.આ દરમિયાન નોન-કોર્પોરેટ ટેક્સ વસૂલાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જે ₹4.11 લાખ કરોડથી વધીને ₹5.07 લાખ કરોડ થયો છે. શેરબજારમાં જોરદાર ખરીદીને કારણે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માંથી ચોખ્ખી વસૂલાત ₹ 22,354.31 કરોડથી વધીને ₹33,823.74 કરોડ થઈ ગઈ.આ ડેટા એ પણ દર્શાવે છે કે (રિફંડ કરતા પહેલા) ચોખ્ખી કર વસૂલાત ₹1.58 લાખ કરોડ વધી છે. જે પાછલા વર્ષના ₹7.97 લાખ કરોડથી વધીને ₹9.55 લાખ કરોડ થઈ ગઈ છે. કુલ ધોરણે, કોર્પોરેટ કર વસૂલાત ₹3.80 લાખ કરોડ રહી છે, જ્યારે નોન-કોર્પોરેટ વસૂલાત ₹5.41 લાખ કરોડ થઈ છે.
નોંધપાત્ર વધારો થયો
દેશમાં વાર્ષિક ₹1 કરોડ કે તેથી વધુ આવક ધરાવતા વ્યક્તિઓની સંખ્યા ઝડપથી વધી છે. આવકવેરાના ડેટા અનુસાર ₹1 કરોડથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા 5.35 લાખને વટાવી ગઈ છે. ગયા વર્ષે, આ યાદીમાં 64,000 વ્યક્તિઓ (13.63 ટકાનો વધારો) ઉમેરવામાં આવ્યા છે.
વધુ રસપ્રદ વાત એ છે કે ₹100 કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિઓનો આંકડો છે. આ યાદીમાં 39 ટકાનો વધારો જોવા મળ્યો છે. આવા વ્યક્તિઓની સંખ્યા ગયા વર્ષે 415 થી વધીને હવે 576 થઈ ગઈ છે.