Thu Oct 01 2026

Logo

ભારતની ક્રિકેટ મૅચમાં પહેલી વખત `વંદે માતરમ', ત્યાર બાદ `જન ગણ મન' ગાવામાં આવ્યું

2026-09-13 20:39:19
Author: Ajay Motiwala
ભારતની ક્રિકેટ મૅચમાં પહેલી વખત `વંદે માતરમ', ત્યાર બાદ `જન ગણ મન' ગાવામાં આવ્યું

AFP


નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચમાં રાષ્ટ્ર ગીત `વંદે માતરમ' ગાવામાં આવ્યું હોવાની પ્રથમ ઘટના બની છે. રવિવારે પાટનગર દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મૅચ શરૂ થઈ એ પહેલાં `વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું અને ત્યાર પછી રાષ્ટ્ર ગીત `જન ગણ મન' પણ ગાવામાં આવ્યું હતું.

આ મૅચ દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રાખવામાં આવી છે. સિરીઝની બાકીની બન્ને મૅચ પણ આ જ સ્થળે રમાશે. સંસદમાં તાજેતરમાં જ ખરડો પસાર કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે દરેક સત્તાવાર ઇવેન્ટ પહેલાં રાષ્ટ્ર ગીત વંદે માતરમના પ્રથમ છ સ્ટૅન્ઝા પ્લે કરવા. જોકે સરકારે જે ઇવેન્ટની યાદી બહાર પાડી હતી એમાં ખેલકૂદની ઇવેન્ટ્સ બાકાત રાખવામાં આવી હતી.

1870ના દાયકામાં બંકિમચંદ્ર ચૅટર્જીએ બંગાળીમાં `વંદે માતરમ' લખ્યું હતું. તાજેતરમાં ઠરાવમાં એવું પણ જણાવાયું હતું કે રાષ્ટ્ર ગીતનું અપમાન કરાશે તો એ કૃત્ય સજાપાત્ર ગુનો ગણાશે.

ભારતના રાષ્ટ્ર ગીત બાદ અફઘાનિસ્તાનનું રાષ્ટ્ર ગીત પ્લે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મૅચ શરૂ થઈ હતી.