Fri Sep 04 2026

Logo

વૈભવના વર્લ્ડ રેકૉર્ડ પછી ઇન્ડિયા-એ 9/377: શ્રીલંકા-એ માટે જીતવું મુશ્કેલ

2026-06-21 14:40:00
Author: Ajay Motiwala
વૈભવના વર્લ્ડ રેકૉર્ડ પછી ઇન્ડિયા-એ 9/377: શ્રીલંકા-એ માટે જીતવું મુશ્કેલ

દમ્બુલા: ઇન્ડિયા-એ ટીમે અહીં શ્રીલંકા-એ સામે ટ્રાયેગ્યુલર વન-ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં 50 ઓવરમાં નવ વિકેટે 377 રન કર્યા છે.

યજમાન ટીમ માટે હવે જીતવું ખૂબ જ મુશ્કેલ છે. ઇન્ડિયા-એ (India-A)ના 377 રનમાં વૈભવ સૂર્યવંશી (94 રન, 29 બૉલ, આઠ છગ્ગા, દસ ચોગ્ગા)નો સૌથી મોટો ફાળો છે.

વૈભવે ફક્ત 11 બૉલમાં પાંચ સિક્સર અને પાંચ ફોરની મદદથી હાફ સેન્ચુરી ફટકારીને લિસ્ટ-એ (List A) પ્રકારની ક્રિકેટમાં નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો.

વૈભવ (VAIBHAV) 94 રન બનાવીને કૅચઆઉટ થઈ ગયો હતો અને માત્ર 6 રન માટે સદી ચૂકી ગયો હતો.

ભારતીય ટીમના 377 રનમાં પ્રિયાંશ આર્ય (39 રન), કેપ્ટન તિલક વર્મા (67 રન), ઋતુરાજ ગાયકવાડ (40 રન), અનુકૂલ રોય (39 રન) અને કુમાર કુશાગ્ર (36 રન)ના પણ નાના મોટા યોગદાન હતા.

શ્રીલંકાના ત્રણ બોલર સહાન, ફર્નાન્ડો અને મથુલને બે-બે વિકેટ લીધી હતી.