Sat Aug 29 2026

Logo

બીજી ટેસ્ટમાં ભારતે બૅટિંગ લીધી, રાહુલ સસ્તામાં આઉટ

Colombo   2026-08-23 11:34:21
Author: Ajay Motiwala
બીજી ટેસ્ટમાં ભારતે બૅટિંગ લીધી, રાહુલ સસ્તામાં આઉટ

સ્પિનર સારાંશ જૈને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું


કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં આજે શરૂ થયેલી બીજી અને છેલ્લી ટેસ્ટ (Test) મૅચમાં કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ કે. એલ. રાહુલ (33 બૉલમાં 18 રન) ફરી એકવાર લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો.

યશસ્વી જયસ્વાલ અને રાહુલ (Rahul)એ શરૂઆત સાધારણ કરી હતી અને બંને ખેલાડી ક્રીઝમાં સેટ થવાની કોશિશમાં હતા ત્યાં 37 રનના કુલ સ્કોર પર રાહુલ ફાસ્ટ બોલર લાહિરુ કુમારાના બૉલમાં વિકેટકીપર નિરોશન ડિકવેલાને કૅચ આપી બેઠો હતો.

14મી ઓવરને અંતે ભારતનો સ્કોર એક વિકેટે 45 રન હતો. યશસ્વી 25 રન પર અને પ્રથમ ટેસ્ટનો હીરો દેવદત્ત પડિક્કલ બે રન પર રમી રહ્યો હતો.

33 વર્ષના ઑફ સ્પિનર સારાંશ જૈને  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. તેને આજે ‘બાપુ' રવીન્દ્ર જાડેજાના શુભ હસ્તે ટેસ્ટ કૅપ મળી હતી. જાડેજાએ તેને આ પ્રતિષ્ઠિત કૅપ પહેરાવી હતી. ભારત બે મૅચની સિરીઝમાં 1-0થી આગળ છે.