Fri Sep 04 2026

Logo

આજે સેમિ ફાઇનલ માટે મહિલા વર્લ્ડ કપમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટક્કર

London   2026-06-28 14:58:23
Author: Ajay Motiwala
આજે સેમિ ફાઇનલ માટે મહિલા વર્લ્ડ કપમાં ભારત-ઑસ્ટ્રેલિયાની ટક્કર

લંડનઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ગ્રૂપ-એમાં ભારત (છ પૉઇન્ટ, 2.268નો રનરેટ) જો આજે (સાંજે 7.00 વાગ્યાથી) સેમિ ફાઇનલના સ્થાન માટેની ટી-20 વર્લ્ડ કપની ‘ડુ ઑર ડાય' જેવી મૅચમાં બૅટિંગ અને ફીલ્ડિંગ સુધારીને રમશે તો ઑસ્ટ્રેલિયાનો પરાજય પાક્કો જ સમજો.

ગ્રુપ-2માંથી ઇંગ્લૅન્ડ તમામ લીગ મૅચ જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝે નજીવા તફાવતની મદદથી શ્રીલંકાને પાછળ રાખીને સેમિમાં પ્રવેશ કર્યો છે.

BCCI

છ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ઑસ્ટ્રેલિયા (આઠ પૉઇન્ટ, 4.724નો રનરેટ)ને હરાવવું જરાય આસાન નથી.

લૉર્ડ્સમાં સાઉથ આફ્રિકા (છ પૉઇન્ટ, 0.734નો રનરેટ) અને બાંગ્લાદેશ (ચાર પૉઇન્ટ, -0.849નો રનરેટ) વચ્ચે રમાનારી ગ્રૂપ-1ની મૅચ (બપોરે 3.00 વાગ્યાથી) પણ અત્યંત મહત્ત્વની અને નિર્ણાયક છે.

સાઉથ આફ્રિકા જો બાંગ્લાદેશને હરાવશે તો પછીથી ભારતે ક્વૉલિફાય થવા ઑસ્ટ્રેલિયા (Australia)ને હરાવવું જ પડશે અને પરાજય ભારતને સ્પર્ધાની બહાર કરી દેશે. ભારત (India) સામે ઑસ્ટ્રેલિયા હારીને પણ ચડિયાતા રનરેટને લીધે સેમિમાં પહોંચી શકશે. બાંગ્લાદેશ જો આફ્રિકાને હરાવશે તો ભારત પરથી પ્રેશર ઘટી જશે, કારણકે ઑસ્ટ્રેલિયા સામે હારીને પણ ભારત ચડિયાતા રનરેટના જોરે આફ્રિકાને દૂર રાખી શકશે.

BCCI

ભારતીય ફીલ્ડરોએ આ ટૂર્નામેન્ટમાં છ કૅચ છોડ્યા છે જેમાંથી ત્રણ રાધા યાદવથી છૂટ્યા છે.