Fri Sep 04 2026

Logo

કલ્યાણમાં ઝઘડો થયા બાદ પત્નીની હત્યા કરવા બદલ પતિની ધરપકડ

2026-06-16 19:24:00
Author: Yogesh D. Patel
કલ્યાણમાં ઝઘડો થયા બાદ પત્નીની હત્યા કરવા બદલ પતિની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં ઝઘડો થયા બાદ પત્નીની હત્યા કરવા બદલ પતિની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.આરોપીની ઓળખ મુબિન નિયામદ ખાન (39) તરીકે થઇ હોઇ તે કલ્યાણમાં હાજીમલંગ રોડ વિસ્તારનો રહેવાસી છે. 

કોલસેવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે મુબિન ખાન અને તેની પત્ની આયેશાબાનો વચ્ચે વિવિધ બાબતોને લઇ વારંવાર ઝઘડા થતા હતા.10 જૂને પણ દંપતી વચ્ચે ફરી ઝઘડો થયો હતો. આથી ઉશ્કેરાયેલા મુબિન ખાને તેની પત્નીના પેટમાં લાત મારી હતી. આયેશાબાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી.

દરમિયાન પોલીસે શરૂઆતમાં આકસ્મિત મૃત્યુની નોંધ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમનો અહેવાલ આવ્યા બાદ અને મૃતકના ભાઇની સોમવારે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)