Thu Oct 01 2026

Logo

હિમાચલ પ્રદેશમાં સિઝનની પ્રથમ હિમવર્ષા , મનાલીમાં પ્રવાસીઓની ભીડ

2026-09-18 22:11:18
Author: Chandrakant Kanoja
હિમાચલ પ્રદેશમાં સિઝનની પ્રથમ હિમવર્ષા , મનાલીમાં પ્રવાસીઓની ભીડ

મનાલી: હિમાચલ પ્રદેશના રોહતાંગ સહિત ઉંચાઇવાળા વિસ્તારોમાં  સિઝનની પ્રથમ હિમવર્ષા થઇ છે. જેની બાદ પર્યટન સ્થળ મનાલીમાં પર્યટકોની સંખ્યા વધી રહી છે. જેમાં વીક એન્ડ પૂર્વે જ મનાલીમાં આજે 600 પ્રવાસી વાહનો આવ્યા છે. તેમજ 100 થી વધુ બસો પણ આવી છે. 

શિખરો બરફની ચાદરથી ઢંકાઈ ગયા

આ વિસ્તારમાં હિમ વર્ષા બાદ  રોહતાંગના બદલાયેલા નજારા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. બુધવારે સવારે થયેલા વરસાદ બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. જેના પરિણામે રોહતાંગ પાસ અને આસપાસના પર્વત શિખરો બરફની ચાદરથી ઢંકાઈ ગયા હતા.

હિમવર્ષાને એક સકારાત્મક સંકેત

જોકે,પ્રવાસીઓએ રોહતાંગ તરફ પ્રયાણ શરૂ કર્યું હતું. મનાલીના અન્ય પ્રવાસન સ્થળોએ પણ દિવસભર ભારે ચહલપહલ જોવા મળી હતી. હિમવર્ષાને એક સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. જેના લીધે અપેક્ષા છે કે  સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં પ્રવાસન ક્ષેત્રમાં વેગ આવશે. તેમજ આગામી દિવસમાં  મનાલીની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.

પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા

હિમાચલ પ્રદેશના હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન્સના ફેડરેશનના પ્રમુખ ગજેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે રોહતાંગ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં થયેલી હિમવર્ષા  પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ પ્રોત્સાહક સાબિત થશે. આનાથી આગામી દિવસોમાં મનાલીમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. પ્રવાસીઓ માટે  બરફથી આચ્છાદિત શિખરોનો નજારો તેમના માટે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.