સંકલન: સ્મૃતિ શાહ મહેતા
શું છે એનાં લક્ષણ?
અન્ન કે કોઇ અન્ય પદાર્થ શ્વાસનળીમાં આવી જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડવી...
શ્વાસનળી રૂંધાવાથી ફેફસાઓને પ્રાણવાયુ મળતો નથી, તેથી મગજના કોષોનો 4-5 મિનિટમાં નુકસાન થવા લાગે છે. જો તે સમયે યોગ્ય સારવાર લેવામાં ન આવે તો દર્દી મૃત્યુ પામે છે.
આવી ગૂંગળામણથી બચવાનાં ઉપાય
શ્વાસ રૂંધાઇ ગયો હોય અને વ્યક્તિ ભાનમાં હોય ત્યારે મદદ કરવાની રીત ...
જો દબાણપૂર્વક ઉધરસ આવતી હોય તો સંભવ છે કે પદાર્થ પોતાની રીતે બહાર નીકળી જશે, પરંતુ જો તેનાથી ન નીકળે તો આ મુજબની રીત અપનાવવી...
જો કોઇ મદદ કરનાર ન હોય તો નજીકમાં સ્થિર વસ્તુ (ખુરશી, ટેબલ વગેરે) હોય ત્યાં જઇને અહીં દર્શાવેલ ફોટા મુજબ કરવું, જેમકે...
દર્દીની પાછળ ઊભા રહેવું
એક હાથની મુઠ્ઠીવાળી અંગૂઠાવાળો ભાગ નાભીથી 1 ઇંચ ઉપર અને છાતીના હાડકાથી નીચે રાખી બીજો હાથ તેના પર મૂકવો.
હાથને પેટના અંદરના ભાગ તરફ દબાવવા અને ઉપર તરફ ઝડપથી ખેંચવા. જયાં સુધી પદાર્થ બહાર ન નીકળે ત્યાં સુધી વારંવાર આમ કરતાં રહેવું...
જો દર્દી બેભાન થઇ ગયો હોય તો તરત CPR શરૂ કરી દેવું.
1 વર્ષથી નાનાં બાળકોને મદદ કરવાની રીત:
અહીં દર્શાવેલા ફોટા મુજબ બાળકને ઊંધું સૂવડાવી, તેને એક હાથમાં પકડી બીજા હાથના પંજા દ્વારા પાંચ વાર પીઠમાં મારવું.
જો ઉપરોકત પદ્ધતિથી વસ્તુ બહાર ન નીકળે તો બાળકને જમીન પર છતું સૂવડાવી છાતીની મધ્યે બે આંગળીઓ મૂકી પાંચ વાર ધીરે અને ઊંડું દબાવવું.
જો બાળક બેભાન થઇ ગયું હોય તો તરત જ શરૂ કરી દેવું....
* * * ** * * *
સી. પી. આર. એટલે શું?
હૃદય - ફેફસાંનું પુનર્જીવન
CPR એટલે Cardio Pulmonary Resuscitation ) CPR
CPR એ અચાનક હૃદય બંધ પડવાની કે શ્વાસોશ્વાસ બંધ થઇ જવાની ઘટનામાં વ્યક્તિને છાતી ઉપર આપવામાં આવતી ઝડપી દબાણની તાત્કાલિક સારવાર છે. CPR આપવાથી હૃદય બંધ પડી ગયેલી વ્યક્તિના શરીરમાં લોહીનું પરિભ્રમણ ચાલુ કરી શકાય છે. આનાથી શરીરના મહત્ત્વના અંગો જેવાં કે, મગજ, હૃદય, કિડની અને લીવર વગેરેને લોહી મળતું રહે છે અને આવી વ્યક્તિને જો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો, તેમની જિંદગી બચવાની શકયતા ખૂબ જ વધી જાય છે.
જો વ્યક્તિ જાગૃત હોય તો CPR ક્યારેય ન કરવું. જયારે તમે એકલા હો અને અચાનક કોઇ વ્યક્તિને જમીન પર પડેલી જુઓ તો સૌથી પહેલા એ ચકાસી લો કે શું તેન ખરેખ CPR ની જરૂર છે કે નહીં, તે આ મુજબની રીતથી તપાસી શકાય છે:
તેના શ્ર્વાસ ચાલે છે?
મુખ્ય બે ધમની દ્વારા ચેક કરી શકાય.
1) ગળાની અને 2) હાથની
ગળાની બંને સાઇડ કેરોટીડ નામના ધમની હોય છે. ત્યાં ધબકારા ચેક કરવા.
હાથની બહારની સાઇડ પર રેડીયલ નામની ધમની હોય છે. ત્યાં ધબકારા માટે તપાસવું.
સી. પી. આર. કયારે કરવું ?
અહીં દર્શાવેલાં કોઇ પણ કારણસર જયારે વ્યક્તિનું હૃદય બંધ પડી જાય અને તે બેભાન થઇ જાય ત્યારે...
- હાર્ટએટેક
- સ્ટ્રોક
- અકસ્માત
- પાણીમાં ડૂબેલ વ્યક્તિને તરત બહાર કાઢયો હોય.
- ઇલેક્ટ્રિક શોક
- ઝેર પીધું હોય તે દરમિયાન કે પછી અન્ય કારણોસર હૃદય બંધ પડી ગયું હોય.
CPR કરવામાં કયારેય ડર ન રાખવો
ઘણા લોકો આત્મવિશ્વાસના અભાવે અથવા જોખમના ભયે સામેના વ્યક્તિને CPR કરવામાં ડરતા હોય છે, પરંતુ તેમાં ડરવાની કાંઇ જરૂરિયાત નથી. વળી ઘણા લોકો ડરતા હોય છે કે, તેમના કારણે દર્દીને વધારે નુકસાન તો નહીં થાય ને? પરંતુ તે ખોટી માન્યતા છે. કેમ કે, જો તમે સમયે યોગ્ય નિર્ણય નહીં લઈ શકો, તો વ્યક્તિનું 8 થી 10 મિનિટમાં મૃત્યુ થઈ શકશે. કદાચ તમારા CRP દ્વારા જો વ્યક્તિને અન્ય નુકસાન થાય તો તે રિપેર થઈ શકે છે, પરંતુ તે સમયે તમારા નિર્ણય ન લેવાથી વ્યક્તિ મૃત્યુ પામશે. માટે પાછળથી પસ્તાવું પડે તેના કરતાં CRP કરવાનું શરૂ કરી દેવું બહુ સારું.
સી.પી.આર. કરવાની રીત
નોંધ: અહીં માત્ર CRP કરવાની રીત દર્શાવેલી છે. વ્યવસ્થિત શીખવા માટે તેનો પ્રેક્ટિકલ કોર્સ કરવો લાભદાયક છે.
1) દર્દીને સપાટ અને નક્કર જગ્યા પર સૂવડાવો.
2) દર્દીનું માથું પાછળની બાજુ નમાવો, જેથી તેની શ્વાસનળી ખુલ્લી રહે.
3) વ્યક્તિની છાતીની વચ્ચોવચ તમારા બંને હાથ મૂકો. તમારા એક હાથ પર બીજો હાથ રાખો.
4) હવે છાતી પર મિનિટમાં 100 વાર દબાણ આવે એ રીતે જોરથી અને ખૂબ ઝડપથી વારંવાર દબાણ આપો.
5) દરેક દબાણ વખતે છાતી 2 ઇંચ જેટલી દબાવવી જોઈએ.
6 ) જો દર્દી બચી જાય તો પછી તેને આરામદાયક સ્થિતિમાં સૂવડાવી દેવો. અને જો કાંઈ પ્રતિક્રિયા ન દર્શાવે તો એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી CRP ચાલુ રાખવું.