Tue Sep 01 2026

Logo

હરિદ્વારમાં 7 હજાર ટનથી વધુ કચરાના ઢગલા, ઘાટને ફરી સ્વચ્છ બનાવવા મેગા સફાઈ અભિયાન

2026-08-13 22:59:22
Author: Mumbai Samachar Team
હરિદ્વારમાં 7 હજાર ટનથી વધુ કચરાના ઢગલા, ઘાટને ફરી સ્વચ્છ બનાવવા મેગા સફાઈ અભિયાન

હરિદ્વારઃ ઉત્તરાખંડના હરિદ્વારમાં 12 દિવસીય કાવડયાત્રા પૂર્ણ થઈ ગઈ છે. ગંગાનદીના ઘાટ પરથી અનેક એવા કાવડિયાઓએ ગંગાજળથી શિવજીને અભિષેક કર્યો છે. પણ ગંગાઘાટ, રસ્તા અને કાવડયાત્રાના રૂટ પર આશરે 700 મેટ્રિક ટનથી વધારે કચરો એકઠો થઈ ગયો છે. માત્ર ગંગા ઘાટ ઉપરથી જ 4500 મેટ્રિક ટન કચરો મળ્યો છે. કાવડમેળાના સમાપન બાદ મોટી માત્રામાં કચરો હરિદ્વારમાં જમા થઈ ગયો છે. 5 કરોડથી વધારે કાવડિયાઓ હરિદ્વાર પહોંચ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે. 

ગંગા આરતી પહેલા ઘાટ ચોખ્ખા

ગંગાજળ લઈને પરત ફરી રહેલા કાવડિયાઓએ રસ્તામાં, ઘાટ પર અને જે તે સ્થાન પર પોતાના ચંપલ, બુટ, ગંદા કપડા, ફાટેલા બેગ, પ્લાસ્ટિકની બોટલ તથા અન્ય સામાન છોડી દીધો હતો. આ કારણે મોટી માત્રામાં કચરો જમા થઈ ગયો હતો. આ બાર દિવસીય મેળા દરમિયાન આશરે 7000 મેટ્રિક ટન કચરો જમા થઈ ગયો હતો. મેળો ખતમ થયા બાદ હવે નગરનિગમ, જિલ્લા વહીવટી તંત્ર તથા સામાજિક-ધાર્મિક સંસ્થાઓએ સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે. કાવડયાત્રા સમાપ્ત થયા બાદ ગંગા નદીના વિશાળ ઘાટ પર જોરશોરથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આસપાસના ઘાટ ઉપરથી પણ કચરો ઉપાડીને સફાઈ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં કાવડિયાઓ અહીંયા જમા થતા દૈનિક ધોરણે સફાઈ કરવી શક્ય બની ન હતી.આશરે 1000થી વધારે સફાઈ કર્મચારીઓએ હરકી પૌડી ઘાટ પર સાફ-સફાઈ કરી હતી. વહીવટી તંત્રનો એવો લક્ષ્યાંક હતો કે, બીજા દિવસે જ્યારે ગંગા આરતી થાય એ પહેલા જ તમામ ઘાટની સાફ-સફાઈ કરી લેવામાં આવે. 

95 ટક ઘાટ ગંદા બની ગયા

કર્મચારીઓ અને સામાજિક સંસ્થાઓના વોલિંટિયર્સની મહેનત બાદ આરતી પહેલા મુખ્ય ઘાટની સાફ-સફાઈ કરી દેવામાં આવી હતી. ઘાટની સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ પછી રસ્તા અને અન્ય લોકેશન પર સફાઈ શરૂ કરવામાં આવી હતી. હરિદ્વારમાં રહેતા પંડિતોનું એવું કહેવું છે કે, અહીંયા મેળા દરમિયાન કાવડિયાઓ ચંપલ-બુટ પહેરીને આવ્યા હતા.આ સિવાય અનેક એવી જગ્યાઓ પર બચેલી ખાદ્ય સામગ્રી, પોલિથિન, પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની બોટલ્સ, ગંદા કપડા અને ફાટેલા બેગ છોડીને ચાલ્યા ગયા હતા. અષ્ટખંભા મંદિરના પૂજારી દેશબંધુ શર્માએ જણાવ્યું હતું કે,હરકી પૌડી જ નહીં ગંગાના અનેક ઘાટ પરથી જ્યારે કાવડિયાઓ ગયા ત્યારે મોટી માત્રામાં કચરો દેખાયો હતો. નગરનિગમના કર્મચારીઓ તથા જિલ્લા વહીવટી સ્ટાફ દિવસ રાત મહેનત કરીને આ જગ્યાને ચોખ્ખી કરી રહ્યા છે. હાલમાં 95 ટકા તમામ ઘાટની સફાઈ થઈ ચૂકી છે. કાવડમેળા દરમિયાન અનેક એવા રસ્તાઓ પર અને સાંકડી શેરીઓમાં કચરો જમા થઈ ગયો હતો. 

ઘાટની સફાઈને પ્રાથમિકતા

વહીવટી તંત્રએ પહેલા ઘાટની સફાઈને પ્રાથમિકતા આપી છે. હર કી પૌરી, સુભાષ ઘાટ, અલકનંદા, બિરલા ઘાટ અને વિષ્ણુ ઘાટ સહિત લગભગ 95 ટકા ઘાટની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. અહીંયાથી પહેલા કચરો એકત્ર કર્યા પછી, કચરાને અલગ કરવામાં આવશે અને ઉપયોગી સામગ્રીના રિસાયક્લિંગ માટેની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે.દર વર્ષે, લાખો શ્રદ્ધાળુઓ કંવર મેળા માટે હરિદ્વાર આવે છે. આટલા મોટા પ્રમાણમાં લોકોનો ધસારો સ્વચ્છતા પ્રણાલી પર ભારે પ્રેશર ઊભું કરી દે છે.આ વખતે પણ સ્પષ્ટ હતું. મેળાના સમાપન પછી તરત જ વહીવટીતંત્રે મોટા પાયે સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી, પરંતુ મોટા પ્રમાણમાં નાની શેરીઓમાંથી ભેગો થયેલો કચરો દૂર કરવો એ જ એક મહત્વપૂર્ણ પડકાર સાબિત થયો.

પ્લાસ્ટિક મોટો પડકાર

વહીવટીતંત્ર હવે ફક્ત કચરો સાફ કરવાનો જ નહીં પરંતુ ભવિષ્યમાં આવા કાર્યક્રમો દરમિયાન કચરાનો નિકાલ કરવો પડકાર છે. ભક્તોમાં જાગૃતિ લાવવા, પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા અને નિયુક્ત સ્થળોએ કચરાના નિકાલ માટે વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂર છે. ગંગાની સ્વચ્છતા સીધી હરિદ્વારની સ્વચ્છતા સાથે જોડાયેલી હોવાથી, ભક્તો અને વહીવટીતંત્ર બંનેની જવાબદારીઓ મહત્વપૂર્ણ છે.એવું વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓનું કહેવું છે.