Thu Oct 08 2026

Logo

હાર્દિક પંડ્યા આ તારીખથી પાછો રમશે, જાણો કઈ ટીમમાં સામેલ અને કોની સામે રમશે

2026-09-09 16:25:43
Author: Ajay Motiwala
હાર્દિક પંડ્યા આ તારીખથી પાછો રમશે, જાણો કઈ ટીમમાં સામેલ અને કોની સામે રમશે

નવી દિલ્હીઃ આઇપીએલ-2026ની પહેલાંથી અને પછી ભારતના ઘણા મુખ્ય ખેલાડીઓ કોઈને કોઈ પ્રકારની ઈજાને કારણે ઘણા અઠવાડિયાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા નથી જોવા મળ્યા અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એમાંનો એક છે. જોકે આગામી છઠ્ઠી ઑક્ટોબરથી હાર્દિક કદાચ પાછો રમતો જોવા મળશે.

32 વર્ષનો હાર્દિક ભારત વતી છેલ્લી સ્પર્ધાત્મક મૅચ માર્ચ-મેની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યો હતો. સાથળની ગંભીર ઈજા (Injury)ને કારણે તે ત્યાર પછી અનફિટ હોવાને કારણે નથી રમી શક્યો.

હાર્દિકને ઑક્ટોબરમાં ભારતના પ્રવાસે આવનાર ઑસ્ટ્રેલિયા-એ સામે રમનારી ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દેવદત્ત પડિક્કલના નેતૃત્વમાં ઇન્ડિયા-એ ટીમ પહેલાં તો ઑસ્ટ્રેલિયા-એ સામે બે મલ્ટિ-ડે મૅચ રમશે જેની ટીમમાં હાર્દિકનો સમાવેશ નથી, પરંતુ ત્યાર પછી 6, 9 અને 11મી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા-એ સામે જે ત્રણ વન-ડે રમાશે એની ટીમમાં હાર્દિક સામેલ છે. એ વન-ડે ટીમનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડ સંભાળશે.

યોગાનુયોગ, એ જ અરસામાં (27મી સપ્ટેમ્બરથી ત્રીજી ઑક્ટોબર સુધી) ભારતની મુખ્ય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ વન-ડે રમશે. શુભમન ગિલ ભારતનો કૅપ્ટન છે.

બન્ને ઇન્ડિયા-એ ટીમમાં કોણ?

મલ્ટિ-ડે મૅચો માટેની ટીમઃ દેવદત્ત પડિક્કલ (કૅપ્ટન), સાઇ સુદર્શન (વાઇસ-કૅપ્ટન), અમન મોખાડે, આયુષ પાન્ડે, યશ રાઠોડ, શેખ રાશીદ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયન, તુષાર દેશપાંડે, અંશુલ કમ્બોજ, પ્રફુલ હિન્ગે, એન. જગદીશન (વિકેટકીપર), નચિકેત ભુતે અને વિજવકુમાર વૈશાક.

વન-ડે ટીમઃ ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), દેવદત્ત પડિક્કલ (વાઇસ-કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, સાઇ સુદર્શન, રજત પાટીદાર, હાર્દિક પંડ્યા, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, અર્શિન કુલકર્ણી, અર્શદ ખાન, નમન ધીર, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ગુર્જપનીત સિંહ અને યશ ઠાકુર.