Thu Oct 01 2026

Logo

‘હનુમાન અંશ’ ફિલ્મે ₹ 300 કરોડ ક્લબમાં કરી એન્ટ્રીઃ પ્રોડ્યુસરે નીમકરૌલી બાબાના આશ્રમે કર્યા દર્શન

2026-09-16 16:00:00
Author: Mumbai Samachar Team
‘હનુમાન અંશ’ ફિલ્મે ₹ 300 કરોડ ક્લબમાં કરી એન્ટ્રીઃ પ્રોડ્યુસરે નીમકરૌલી બાબાના આશ્રમે કર્યા દર્શન

મુંબઈઃ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી પોપ્યુલર થયેલી ફિલ્મ 'હનુમાનઅંશ' આખરે ₹ 300 કરોડ ક્લબમાં એન્ટ્રી લઈ ચૂકી છે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ એ સમયે ઘણાય લોકોને એવું લાગતુ હતું કે, ફિલ્મ નહીં ચાલે, પણ ધીમીગતિએ ફિલ્મે આરામથી ₹ 100ની કમાણી કરી લીધી, જ્યારે વર્લ્ડવાઈડ ₹291 કરોડનું ગ્રોસ ક્લેક્શન કરી દીધું. 
ઈન્ડિયામાં આ ફિલ્મે ₹272 કરોડની ગ્રોસ કમાણી કરી છે. આ ફિલ્મને જે રીતે સફળતા મળી એમાં ખરેખર હનુમાનકૃપા થઈ હોય એવું ચિત્ર છે. દેશના લાખો દર્શકોએ ફિલ્મની વાર્તા, સ્ટારકાસ્ટ, વાર્તાથી લઈને ફ્રેમ સુધી એક અલગ અંદાજથી પ્રેમ વરસાવ્યો છે. કરોડોમાં કમાણી થતા મેકર્સની ખુશી સાત સમંદર પાર પહોંચી છે. 

કૈચીધામ પહોંચી પ્રોડ્યુસર
ફિલ્મમેકર અનુપ્રિયા નાગરે હવે કૈચીધામ જઈને નીમકરૌલી બાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આશ્રમમાં જઈને શીશ નમાવ્યું છે. અનુપ્રિયાએ પોતાનો એક ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કૈચીધામ પરિસરની ઝલક બતાવી દીધી છે. આ તસવીરમાં તેણે બે હાથ જોડીને મસ્ત પોઝ આપ્યો હતો. અનુપ્રિયાની સ્માઈલ જોઈને એ વાતનો અહેસાસ કરી શકાય છે કે, તે ફિલ્મને મળી રહેલી સફળતા તથા બોક્સ ઓફિસ ક્લેક્શનથી ખુશ છે.
 
આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, મેં તમારા જ ભરોસે હનુમાન, સાગરમાં નૈયા તારી દીધી, જય હનુમાન, જય મહારાજજી. હકીકત એવી પણ છે કે, અનુપ્રિયા ફિલ્મ બનાવતા પહેલા નીમકરૌલી બાબાના આશ્રમમાં એક ખાસ અસાઈમેન્ટ માટે ગઈ હતી. ઈકોનોમિક્સની વિદ્યાર્થિની રહી ચૂકેલી અને ફિલ્મ સાથે ખાસ કોઈ ક્નેક્શન ન હોવા છતા દમદાર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ 3 મહિલા પ્રોડ્યુસરે મળીને તૈયાર કરી છે, ફિલ્મના બજેટમાં કેટલાક ટકા મહિલાઓએ પોતાના ખિસ્સાના પણ ભોગવ્યા છે. 

બીજો પાર્ટ પણ આવી શકે
આમ તે તમામ મહિલાઓ 'હનુમાનઅંશ' ફિલ્મ સાથે ઈમોશનલી ક્નેક્ટ છે. અનુપ્રિયાએ પોતાની યુકેની કમાણીનો એક મોટોભાગ ખર્ચી નાંખ્યો હતો. મુંબઈમાં જન્મેલી અને બ્રિટનમાં અભ્યાસ કરીને આવેલી અનુપ્રિયા ખૂબ સારી આર્ટિસ્ટ પણ છે. હવે તે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. એક ખાસ મુલાકાતમાં તેણે એક વાત સરસ કહી હતી કે, નીમકરૌલી બાબાની ભક્તિથી પ્રેરાઈને 'હનુમાનઅંશ' સાથે ક્નેક્ટ થવાનો નિર્ણય કર્યો હતો. 

ફિલ્મની સફળતા રહી છે મેજિકલ
આ સફળતા ખરેખર મેજિકલ છે. 'હનુમાનઅંશ' એ જ ફિલ્મ છે જેની શરૂઆત ફ્લોપના ટેગ સાથે થઈ હતી. પણ ચમત્કાર થયો, ફિલ્મ સફળ થઈ અને આ ખરેખર મેજિકલ છે. પછી આ ફિલ્મની કમાણીમાં ધીમેધીમે વધારો થવા લાગ્યો હતો. આજે માત્ર ₹ 2 કરોડમાં તૈયાર થયેલી ફિલ્મે ₹ 300 કરોડ ક્લબમાં પહોંચી છે. 
આજે યુવાનથી લઈ વૃદ્ધો સુધીના વર્ગમાં આ ફિલ્મ દરેક લોકોના મોઢે છે. એની ચર્ચા છે. પાત્રની વાત થાય છે. આ ફિલ્મ વિશાલ ચતુર્વેદીએ લખી છે અને ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં ચંદન આનંદ અને શોભિનવ સત્યા લીડ રોલ પ્લે કરી રહ્યા છે. 3 પાર્ટમાં આ ફિલ્મ બની છે. હવે મેકર્સ આ જ ફિલ્મનો બીજો ભાગ લાવી શકે છે.