Mon Jun 01 2026

Logo

GUJCET 2026: OMR શીટની નકલ માટે કરો અરજી, જાણો છેલ્લી તારીખ

2026-05-08 08:51:00
Author: Mayur Kumar Patel
Article Image

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026 પરીક્ષાની OMR શીટની નકલ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી હતી. જે મુજબ જે વિદ્યાર્થીઓ  OMR શીટની નકલ મેળવવા માંગતા હોય તેઓ 6 મે થી 13 મે દરમિયાન ઓનલાઇન અરજી કરી શકે છે.

બોર્ડના જણાવ્યા મુજબ, GUJCET-2026 પરીક્ષાનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પોતાની OMR શીટની નકલ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ GSEB અથવા GUJCET પોર્ટલ પર  13 મે સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

OMR નકલ મેળવવા માટેની નિર્ધારિત ફી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરીને ઓનલાઇન ભરી શકાશે. આ ઉપરાંત, ઉમેદવારો દેશભરની કોઈપણ SBI શાખામાં જઈને  પણ ફી જમા કરાવી શકે છે. બોર્ડે સંબંધિત ઉમેદવારોને આ અરજીના સમયપત્રક અને ફી ભરવાની પ્રક્રિયાની ખાસ નોંધ લેવા વિનંતી કરી છે.