ગાંધીનગરઃ ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામનું આ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. ગત ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી બોર્ડનું પરીક્ષાના પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તેવામાં હવે 15.28 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ તારીખ 4થી મે, સોમવારે જાહેર થશે. આ સાથે ધોરણ10નું પરિણામ તારીખ 6 મે, બુધવારે જાહેર કરવાનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
04 મે અને 6 મેના રોજ પરિણામ જાહેર થશેઃ સૂત્ર
બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમામે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 04 મે અને 6 મેના રોજ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ગત 26 ફેબ્રુઆરીથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જે પરીક્ષા 18 માર્ચે પૂર્ણ થઈ હતી.
15,27,724 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી
પરીક્ષાની વાત કરવામાં આવે તો, આ વર્ષે ધોરણ 10માં 9,07,175 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 7,69,994 વિદ્યાર્થીઓ નિયમિત, 19,825 વિદ્યાર્થીઓ ખાનગી, 70,702 વિદ્યાર્થીઓ રિપીટર, 5386 વિદ્યાર્થી ખાનગી રિપીટર અને 41,286 પૃથ્થક વિદ્યાર્થીઓ હતા. ધોરણ 12ની વાત કરવામાં આવે તો, સામાન્ય પ્રવાહ માટે 5,01,286 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 04,37,279, ખાનગી વિદ્યાર્થીઓની સંખ્યા 35,174, રિપીટરની સંખ્યા 15,813, ખાનગી રિપીટરમાં 7873 વિદ્યાર્થીઓ અને 5147 વિદ્યાર્થીઓ પૃથ્થક હતાં. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ મળીને 15,27,724 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી.