Tue Aug 18 2026

Logo

સુનિતાના એક શબ્દે મચાવ્યો હંગામો! ગોવિંદાએ જાહેરમાં કહ્યું- 'થોડી મર્યાદામાં રહો તો સારૂ'

2026-08-15 19:08:55
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના અભિનેતા ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. એનું નામ નવી એક્ટ્રેસ કોમલરાની સાથે ચર્ચામાં છે. બન્ને વચ્ચે અફેર હોવાનું પણ ચર્ચામાં છે. આ માહોલ વચ્ચે જ્યારે તેની પત્ની સુનિતાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પતિ ગોવિંદા અંગે ભડાશ કાઢી હતી. આ પછી હવે આ જ વિષય પર ગોવિંદાની પ્રતિક્રિયા સામે આવી છે. સુનિતાએ ગોવિંદાને કોલમનો શુગર ડેડી કહીને ટોન્ટ માર્યો હતો. ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ગોવિંદાને કહ્યું હતું કે, એની વિનાશકાળે વિપરિત બુદ્ધિ થઈ ગઈ છે. 

શુગર ડેડી પર ચર્ચા
 હવે ગોવિંદાનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં સુનિતા આહુજાના શુગર ડેડીના સ્ટેટમેન્ટ પર રીએક્શન આપ્યું છે. દેશના તમામ મોટા કલાકારોએ એ તમામ યુવતીઓ સાથે કામ કર્યું છે જે યંગસ્ટર રહી છે. લોકોના દિલમાંથી ઊતરી જાવ એ માટે તમે એક પણ મોકો છોડ્યો નથી. સંપત્તિ, ઈજ્જત, પૈસો તમામ વસ્તુઓ ઉપરવાળાએ આપી છે આનો અર્થ એ નથી કે, જેની પાસે નથી એને આપ ખરૂ-ખોટુ કહો. નીચો બતાવવાના પ્રયાસ કરો. થોડા તમે તમારી મર્યાદામાં રહો.

ગોવિંદાના આ વિડિયો પર લોકો દિલ ખોલીને રીએક્શન આપી રહ્યા છે. આ વિડિયો પર લોકો મન મૂકીને કોમેન્ટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ્યારે ગોવિંદા દીકરીની ઉંમરની એક્ટ્રેસ સાથે જોવા મળ્યો એ સમયે સુનિતાએ કહ્યું કે, તમે દીકરીની ઉંમરની એક્ટ્રેસ સાથે ફરો છો થોડી તો શરમ કરો. કોઈ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. કોમનરાની અંગે વાત કરતા કહ્યું હતં કે, તારો શુગર ડેડી એટલો પૈસાદાર છે કે, ઢંગના કપડાં તો પહેરી જ શકે છે. તો ઢંગના અને વ્યવસ્થિત કપડાં તો પહેરો. 

પહેલીવાર ગોવિંદા બોલ્યો
ગોવિંદાનો દિમાંગ ખરાબ થઈ ગયો છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બંન્ને વચ્ચેના ઝઘડાએ એક અલગ સ્વરૂપ લઈ લીધું છે. સુનિતા આહુજાએ આવું પહેલીવાર નથી કર્યું. આ પહેલા પણ તેઓ ગોવિંદા સામે ગંભીર કહી શકાય એવા વિષયને લઈને આક્ષેપ કરી ચૂક્યા છે. આ તમામ વિષયો પર હજું સુધી ગોવિંદાએ કંઈ વાતને લઈ ફોડ પાડ્યો નથી. પણ પોતાની અંગત જિંદગીને લઈ ગોવિંદાએ એક વિડિયો જાહેર કરીને અંગત જીવનની વાત મૂકી છે. જ્યારે પત્નીને થોડી મર્યાદામાં રહેવા માટેની વાત ઉચ્ચારી છે. આવું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ગોવિંદા એક ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે.