Tue Sep 22 2026

Logo

ટ્રિપ કે રાઈડ શરૂ થતા પહેલા જ જાણી શકાશે રૂટ પર ટ્રાફિકની સ્થિતિ, આ રીતે ગૂગલ કરે છે ટ્રેકિંગ

2026-09-11 22:52:58
Author: Mumbai Samachar Team
ટ્રિપ કે રાઈડ શરૂ થતા પહેલા જ જાણી શકાશે રૂટ પર ટ્રાફિકની સ્થિતિ, આ રીતે ગૂગલ કરે છે ટ્રેકિંગ

AI Generated Images


મુંબઈઃ આપણે Google Mapsમાં કોઈ રસ્તો પસંદ કરીએ ત્યારે રસ્તો લીલો, નારંગી કે લાલ રંગમાં દેખાય છે. કેટલાક રસ્તા પર ભારે ટ્રાફિકની ચેતવણી પણ જોવા મળે છે. પણ હવે રાઈડ કે ટ્રિપ શરૂ નહીં કરી હોય તો પણ માત્ર રૂટ કે ડેસ્ટિનેશન સુધીનો વે નાંખતા જ રસ્તામાં ટ્રાફિક કેટલો છે એની જાણકારી સરળતાથી મળી જશે. ગૂગલ મેપ્સ રીયલ ટાઈમ ડેટા એનાલિસીસ કરીને ટ્રેક કરી આપશે કે, રૂટમાં કેટલી જગ્યાએ રોકાવું પડશે. તેની પાછળ કોઈ એક કેમેરો કે એક વ્યક્તિની માહિતી નથી, પરંતુ કરોડો મોબાઇલ ડિવાઇસમાંથી મળતા લોકેશન અને સ્પીડ સંબંધિત ડેટાનું વિશ્લેષણ કામ કરે છે.

મોબાઇલ બની જાય છે ટ્રાફિક સેન્સર
જ્યારે લોકો પોતાના સ્માર્ટફોન સાથે રસ્તા પર મુસાફરી કરે છે, ત્યારે લોકેશન સંબંધિત ડેટા Google Mapsની ટ્રાફિક સિસ્ટમ માટે ઉપયોગી બની શકે છે. અનેક ફોન એક જ રસ્તા પર ધીમા ગતિએ આગળ વધી રહ્યા હોય તો સિસ્ટમને અંદાજ આવે છે કે ત્યાં ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની રહી છે. જે રૂટ પર ટ્રાફિક વધારે હોય ત્યાં સતત એક ચોક્કસ સમય સુધી તે વૉચ રાખીને ફોક્સ કરે છે. આ માટે ચોક્કસ રીત અનુસાર એનાલીસીસ કરીને પછી તે જે તે રૂટ પર એક રેડ સિગ્નલ અપગ્રેડ કરે છે. સામાન્ય રીતે બ્લુ અને ગ્રીન કલરથી આ રૂટને ઈન્ડિકેટ કરવામાં આવે છે.  સરળ ભાષામાં કહીએ તો, હજારો મોબાઇલની ગતિને એકસાથે જોવાથી રસ્તા પર વાહનોની સરેરાશ ગતિનો અંદાજ મેળવી શકાય છે. આ સિવાય જે તે રૂટ પર ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ પરથી પણ ટ્રાફિકની અપડેટ મળે છે. 

ક્રાઉડ સોર્સ ટ્રાફિક સિસ્ટમ
આ પદ્ધતિને મોટા પ્રમાણમાં crowd-sourced traffic information તરીકે સમજાવી શકાય છે. સ્માર્ટફોનમાં GPS જેવી location technologies વ્યક્તિના ડિવાઇસનું સ્થાન નક્કી કરવામાં મદદ કરે છે. જ્યારે અનેક ડિવાઇસ એક જ રોડ પર સતત આગળ વધી રહ્યા હોય ત્યારે તેમના સ્થાન અને સ્પીડ પેટર્નમાંથી ટ્રાફિકની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. ઉદાહરણ તરીકે, કોઈ રસ્તા પર સામાન્ય રીતે વાહનો ઝડપથી પસાર થાય છે, પરંતુ અચાનક ઘણા ફોનની ગતિ ખૂબ ઓછી થઈ જાય, તો સિસ્ટમ તેને ધીમી ટ્રાફિકની સ્થિતિ તરીકે ઓળખી શકે છે. આ ઉપરાંત સેટેલાઈટ મેપિંગ સિસ્ટમ પરથી જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે પણ ટ્રાફિકને લઈને એક ચોક્કસ સિગ્નલ જનરેટ થાય છે જે ચોક્કસ રૂટને ઓળખીને જે તે ડિવાઈસ અનુસાર ટ્રેક કરે છે આ રૂટ પર જો ટ્રાફિક હોય તો તરત ખ્યાલ આવે છે જ્યારે બાકીના કોઈ રૂટ ટ્રેક સિગ્નલ કે કમાન્ડમાં ન હોય તો ઈગ્નોર થાય છે.

કલરનું ગણિત સમજો
Google Mapsમાં ટ્રાફિક દર્શાવવા માટે અલગ-અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. લીલો રંગ એ સામાન્ય રીતે ટ્રાફિક સારી ગતિએ ચાલી રહ્યો હોવાનું સૂચવે છે. નારંગી રંગ એ રસ્તા પર ટ્રાફિક ધીમો થઈ રહ્યો છે. એ કહે છે.  લાલ રંગ એ ટ્રાફિકમાં નોંધપાત્ર ભીડ અથવા ધીમી ગતિ દર્શાવે છે. આવું સામાન્ય રીતે ચોમાસામાં સૌથી વધારે જોવા મળે છે.  કેટલાક સ્થળોએ વધુ ગંભીર congestion માટે વધુ ગાઢ લાલ રંગ પણ દેખાઈ શકે છે. ટ્રાફિકની માહિતી માટે માત્ર એક જ પ્રકારના ડેટા પર આધાર રાખવામાં આવતો નથી. ટ્રાફિક સિસ્ટમમાં અન્ય સ્રોતોમાંથી મળતી માહિતી પણ ઉપયોગી બની શકે છે. રસ્તા બંધ હોવા, અકસ્માત, બાંધકામ અથવા અન્ય અવરોધ જેવી ઘટનાઓ પણ ટ્રાફિકના અંદાજને અસર કરે છે. 

એપ્લિકેશનમાં જ એક ડિજિટલ સિસ્ટમ
વિવિધ ટ્રાફિક ડેટા સ્રોતોને જોડીને વધુ ઉપયોગી માહિતી તૈયાર કરવામાં આવે છે. માની લો કે એક જ રોડ પર 100 મોબાઇલ ડિવાઇસ આગળ વધી રહ્યા છે. જો તેમાંથી મોટા ભાગના ડિવાઇસ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યા હોય, તો સિસ્ટમને સંકેત મળે છે કે આ રોડ પર ટ્રાફિક વધી ગયો છે. જો બીજી તરફ એ જ રોડ પર ડિવાઇસ સામાન્ય અથવા ઝડપી ગતિએ આગળ વધી રહ્યા હોય, તો ટ્રાફિક સામાન્ય હોવાનો અંદાજ લગાવી શકાય છે. Google Maps આપણને માત્ર નકશો બતાવતું એપ્લિકેશન નથી. તે location data, mapping technology, traffic information અને મોટા પ્રમાણમાં data analysisને જોડીને રસ્તા પર શું ચાલી રહ્યું છે તેનો અંદાજ આપતું એક મોટું digital system છે.