જાણો, જાપાનના સૅનો શહેરથી મળેલો અહેવાલ
સૅનો: જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના અવસરે અહીં સૅનો શહેરમાં ભારત અને જાપાન વચ્ચે આજે એકમાત્ર ટી-20 મૅચ રમાવાની છે, પરંતુ આ ઐતિહાસિક મૅચ (Match)ના આરંભની મજા મેઘરાજાએ બગાડી નાખી છે.
સવારે 9:30 વાગ્યે આ મુકાબલો શરૂ થવાનો હતો, પણ નથી થઈ શક્યો. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં મેદાન ભીનું હોવાને કારણે રમત શરૂ નથી થઈ શકી. ફુરસદના સમયમાં વૈભવ સૂર્યવંશી, સંજુ સૅમસન, અર્શદીપ સિંહ અને ઈશાન કિશન ફૂટબૉલ રમી રહેલા જોવા મળ્યા હતા. પ્રેક્ષકોના મનોરંજન માટે આયોજકોએ ગીતો વગાડવાનું શરૂ કર્યું હતું જેમાં ગુજરાતી ગીતોનો પણ સમાવેશ હતો.

UPDATE from Sano. 🇯🇵🏏🇮🇳
— Rajat Jain (@RajatJain) September 22, 2026
Sun is out. Outfield still wet. Toss still delayed.
Inspection in 15 minutes (9:45 AM IST).
First-ever India vs Japan T20I. Suzuki Cup. https://t.co/OogP0TEjDj pic.twitter.com/VHWsY1mXot
બીજી તરફ, કેપ્ટન કેન્ડેલ કૅદોવાકી-ફ્લેમિંગના નેતૃત્વમાં જાપાનના ખેલાડીઓ કૅચની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
અમ્પાયરોએ આ મૅચ રમાશે કે નહીં એ વિશે મેદાનનું ફરી એક વખત નિરીક્ષણ 11:45 વાગ્યે કરવાનું નક્કી કર્યું હતું.
એશિયન ગેમ્સ (Asian Games) ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતીય મેન્સ ટીમની પ્રથમ મૅચ 28મી સપ્ટેમ્બરે રમાશે. ભારતને સીધો ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.