Mon Oct 05 2026

Logo

દિલ્લીમાં 10 દિવસમાં ત્રીજી સગીરા પર ગેંગ રેપ, દર્શને ગયેલી છોકરીને હેવાનોએ હવસનો બનાવી શિકાર

2026-09-22 12:01:00
Author: Mayur Patel
દિલ્લીમાં 10 દિવસમાં ત્રીજી સગીરા પર ગેંગ રેપ, દર્શને ગયેલી છોકરીને હેવાનોએ હવસનો બનાવી શિકાર

Image Credit : ANI


નવી દિલ્લીઃ દિલ્લીમાં 10 દિવસમાં ત્રીજી સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી હતી. દર્શને ગયેલી છોકરીને હેવાનોએ હવસનો બનાવી શિકાર બનાવી હતી.

ક્યાં બની ઘટના

દિલ્લીમાં કાલકાજી મંદિર નજીક 17 વર્ષની સગીરા સાથે ગેંગ રેપની ઘટના સામે આવી હતી. સગીરા પર ગેંગ રેપના ત્રણ આરોપીઓ પૈકી એકને પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપી લીધો હતો. કે આરોપીઓએ પોતાને પોલીસકર્મી ગણાવીને આ ગુનો આચર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, પીડિતા સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે તેના 17 વર્ષીય મિત્ર સાથે કાલકાજી મંદિર પહોંચી હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ બંને લગભગ 7.30 વાગ્યે નજીકના એક બગીચામાં ગયા હતા. આ સમયે બગીચામાં 25 થી 30 વર્ષની વયના ત્રણ યુવકો આવ્યા હતા. ત્રણેયે પોતાને પોલીસકર્મી ગણાવ્યા અને બંનેને ધમકાવ્યા હતા. આરોપીઓએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સાંજે લગભગ 8.45 વાગ્યે પાર્કમાંથી પીસીઆર કોલ મળ્યો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સગીરાને તબીબી તપાસ માટે મોકલી આપી હતી. આ મામલે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે આરોપીઓએ તેના મિત્રને બંધક બનાવી લીધો હતો અને ત્યારબાદ ત્રણેયે તેના પર ગેંગ રેપ કર્યો હતો.

પોલીસે મંગળવારે સવારે દક્ષિણ-પૂર્વ દિલ્લીમાં એન્કાઉન્ટર બાદ એક આરોપી આસિફની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ દરમિયાન આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી હેડ કોન્સ્ટેબલના બુલેટપ્રૂફ જેકેટ પર વાગી હતી. જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ઈજાગ્રસ્ત આરોપીને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. બાકીના બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં આ મહિનામાં સગીરા પર બળાત્કારનો આ ત્રીજો કેસ છે. 12 સપ્ટેમ્બરે સ્વરૂપ નગરમાં 14 વર્ષની સગીરાની સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. 16 સપ્ટેમ્બરે સદર બજારમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો.