Fri May 01 2026

Logo

ગૂગલ મેપ્સમાં આવ્યું નવું ફીચર, બોલીને પૂછશો તો રસ્તો બતાવશે...

California   2026-03-13 21:32:22
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


કેલિફોર્નિયાઃ સમયાંતરે ગૂગલની સર્વિસમાં એવા ફીચર્સ આવે છે જે સરપ્રાઈઝની સાથે રોમાંચ ફીલ કરાવે છે. ગૂગલ આસિસ્ટ આવ્યું એ સમયે પણ લોકોને એક આશ્ચર્ય થયું હતું હવે ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર આવ્યું છે. AI પાવર્ડ ફીચર ASK MAPS શરૂ કરવામાં આવ્યું છે. ગૂગલ પોતાના જેમિની AI નો ઉપયોગ કરીને યુઝર્સ સાથે વાતચીત કરતું ફીચર રોલ આઉટ કર્યું છે. આ ટુલ્સની મદદીથી લોકો હવે મેપ્સ ઓન કરીને ડાયરેક્ટ સવાલ પૂછી શકશે. 

ડાયરેક્ટ સ્પીચ ફીચર
અત્યાર સુધી ગૂગલ મેપ્સ સર્ચ મોડ પર કામ કરી રહ્યું હતું.યુઝર્સે પોતાના સવાલ ટાઈપ કરવા પડતા હતા. હવે આ નવી ફીચરની મદદથી પ્રક્રિયા સરળ થઈ જશે. માઈક અને આ ફીચરની મદદથી ડાયરેક્ટ સવાલ પૂછી શકાશે. બોલચાલની ભાષામાં પૂછેલા સવાલનો જવાબ આપશે. જે રીતે બે વ્યક્તિ સામસામે વાત કરતી હોય એવી રીતે આ ફીચર સાથે વાત કરતા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય એવી ફીલ આવશે. યુઝર એક ક્વેરીના રૂપમાં સવાલ કરે છે એમાં ફીચર અનેક ક્વેરીને એકસાથે હેન્ડલ કરી શકે છે. દા.ત. કોઈ વ્યક્તિને અમદાવાદમાં સી.જી. રોડ પર મ્યુનિસિલ માર્કેટ જવું છે તો પૂછી શકે છે કે, બસમાં જવું સરળ રહેશે કે મેટ્રોમાં? આ સિવાય રસ્તામાં કોઈ સારી કપડાં કે ફૂટવેરની દુકાન આવતી હોય એ વિશે પણ પૂછી શકો છો, સલાહ લઈ શકો છો. એ પછી એપ ટ્રાફિકના આધારે બન્ને ઓપ્શન આપશે. તુલના કરશે પછી જવાબ આપશે. 

મોટી રાહત થશે
નજીકમાં કોઈ સારા કેફે કે જે વિષય પર સલાહ માગી હશે એને હાઈલાઈટ્સ પણ કરશે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે, આ ફિચરથી એ જાણકારી મળશે જે પહેલાથી જ મેપ્સમાં એડ કરી દેવામાં આવી છે. આ ફીચર પર એક રિપોર્ટના આધારે 30 કરોડથી વધારે જગ્યાઓની જાણકારી પ્રાપ્ય છે. દુનિયાભરમાંથી 50 કરોડથી વધારે લોકો જે તે પ્લેસનો રીવ્યૂ કરી ચૂક્યા છે. શેર કરી ચૂકયા છે. ફોટો અને બીજી અપડેટ પણ મૂકી ચૂક્યા છે. જેમિની પ્લેટફોર્મ સાથે જોડાઈને ગૂગલ મેપ્સ એવા સવાલનો જવાબ આપશે જે પહેલા સરળ ન હતા. ખાસ કરીને ઓવરબ્રિજ કે અંડરપાસ વખતે જે મુશ્કેલી ઊભી થતી એનો હવે નીવેડો આપશે. AIનું આ મોડલ રિક્વેસ્ટ એનાલિસિસ પર કામ કરે છે. નજીકમાં પેટ્રોલ પંપ કે વોશરૂમ હશે તો પણ હાઈલાઈટ્સ કરશે. 

ચાલો નવા મિત્રોને મળવા
ગૂગલે પોતાના બ્લોગ પર લખ્યું હતું કે, હું અનેક એવા મારા નવા મિત્રોને મળવા માટે જઈ રહ્યો છું. મેપ્સની મદદથી હવે યુઝર્સ પોતાના ડેસ્ટિનેશનની સાથે રસ્તામાં પેટ્રોલ પંપ, સારા ધાબા કે રેસ્ટોરાં અને સર્વિસલેન વિશે સરળતાથી માહિતી મેળવી શકશે. આ ઉપરાંત જો કોઈ લેન્ડમાર્ક હશે તો એ ક્યારે ખુલશે એ પણ બ્રિફમાં બતાવશે. આટલું જ નહીં પાર્કિંગની જગ્યા શોધવા માટે પણ તે મદદરૂપ થશે. અમેરિકાની સાથે ભારતમાં પણ આ ફીચર રોલ આઉટ થયું છે. ભવિષ્યમાં મેપ્સ પર એનાલિસીસ કરવા માટે આવું ફીચર ડેસ્કટોપ પર આવે તો નવાઈ નહીં