વોશિંગ્ટન : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ યથાવત છે. ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહ્યો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો અંગે એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે જણાવ્યું હતું ઈરાન સાથે વાટાઘાટો ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. તેમનું માનવું છે કે આ ડીલ સારી રીતે થશે અથવા વિશ્વ ફરી એકવાર યુદ્ધના મેદાનમાં પરત ફરશે.
મુસ્લિમ દેશોના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે કરાર પર પહોંચવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પૂર્વે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનેક મુસ્લિમ દેશોના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સાથે સંભવિત કરાર અને મિડલ ઈસ્ટમાં સ્થિરતાના મુદ્દા અંગે વિવિધ દેશો સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે. આ વાતચીતમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, બહેરીન અને યુએઈના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
આ નેતાઓમાં સાઉદી અરેબિયાના મોહમ્મદ બિન સલમાન અલ સઉદ, યુએઇના મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, કતારના અમીર તમિમ બિન હમાદ બિન ખલીફા અલ થાની, વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જાસિમ બિન જબર અલ થાની અને મંત્રી અલી અલ-થવદીનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે આ બધા નેતાઓને ચોક્કસ અપીલ કરી
જ્યારે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા અને બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે વાતચીત કરવામાં આવી હતી. ટ્રમ્પે આ બધા નેતાઓને ચોક્કસ અપીલ કરી છે.
મોટાભાગના દેશો કરારમાં જોડાવા માટે તૈયાર હોવા જોઈએ
ટ્રમ્પે તેમને અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી છે. તેમજ આ જટિલ પરિસ્થિતિને ઉકેલવા અમેરિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક પ્રયાસોને પગલે બધા રાષ્ટ્રો સામૂહિક રીતે આ કરારના પક્ષકારો બને તે જરૂરી છે. તેમણે નોંધ્યું કે યુએઇ અને બહેરીન આ કરાર પર હસ્તાક્ષર કરવાના છે. ટ્રમ્પે કહ્યું, શક્ય છે કે એક કે બે રાષ્ટ્રો પાસે આવું ન કરવા માટે કારણો હોઈ શકે છે અને તે સ્વીકારવામાં આવશે. પરંતુ મોટાભાગના દેશોએ ઈરાન સંબંધિત આ કરારમાં જોડાવા માટે તૈયાર હોવા જોઈએ.
પાકિસ્તાનની શાહબાઝ સરકાર મુશ્કેલીમાં મુકાશે
જોકે, હવે અબ્રાહમ કરાર અંગે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. જો તે ડોનાલ્ડ ટ્રમ્પના દબાણથી તેમાં જોડાશે તો
ઇઝરાયલને ઔપચારિક રીતે માન્યતા આપવા બરાબર છે. જેના લીધે પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફને રાજકીય રીતે દેશમાં જ પડકારોનો સામનો કરવો પડશે.
પાકિસ્તાને કરારથી પોતાનું અંતર જાળવી રાખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અબ્રાહમ કરાર પર 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારે વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, યુએઇ અને બહેરીનના વિદેશ પ્રધાનો હાજર હતા. જો કે, તે સમયે પાકિસ્તાને કરારથી પોતાનું અંતર જાળવી રાખ્યું હતું.
અબ્રાહમ કરાર દરેક માટે ખૂબ જ ફાયદાકારક
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અબ્રાહમ કરારમાં ભાગ લેનારા રાષ્ટ્રોએ નાણાકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં નોંધપાત્ર લાભ મેળવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ચાલુ સંઘર્ષો છતાં આ રાષ્ટ્રોએ ક્યારેય કરારમાંથી ખસી જવાનો વિચાર પણ કર્યો નથી. અબ્રાહમ કરાર દરેક માટે ખૂબ જ ફાયદાકારક રહ્યા છે.