Sat May 30 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ...

2026-03-11 08:46:00
Author: દર્શન ભાવસાર
Article Image

દર્શન ભાવસાર

ખુરશીમાં બેસે એને ચેરમેન તો સોફા પર સૂવે એ?
* સોફાચટ.

સોળ વર્ષે સ્વીટ સિક્સ્ટીન કહેવાય અને 56 વર્ષે?
* છપ્પનીયો....

ખયાલી કા પુલાવ શેની સાથે ખવાય?
* મગજના દહીં સાથે... 

શોભાના ગાંઠિયા કયાં મળે?
* સભા-મિલન અને સંમેલનમાં...

લગ્નના ફેરા ફરવા માટે ક્રિકેટની જેમ ટોસ ઉછાળાય તો?
* ટોસ પછી કદાચ લાકડી પણ ઉડે...

ચોરી પર સીનાજોરી એટલે?
* ગિફ્ટ પર ગિફ્ટ ટેક્સ...

પ્રેમિકાને લગ્નમાં કઈ ગિફ્ટ આપવી?
* તેન અગાઉ આપેલી એ પરત માગી લેવી ને બીજે `વાપરવી' ! 

પોળમાં પિયર અને સાસં હોય તો ક્યાં રહેવું?
* સસરાના સાસરે ફાવે ?

 વહુનાં લક્ષણ બારણામાં ઝળકે તો પ્રેમિકાના?
* ગિફ્ટની ડિમાન્ડમાં...

તાર હોય છતાં ય તાર ના દેખાય એ શું?
* રફતાર-લગાતાર અને તારણહાર.

લાલો લાભ વિના ના આવે તો?
* એને ગેરલાભ થાય...

ભાગેડું લગ્નમાં કપલ કઈ તરફ ભાગવું જોઈએ?
* પોલીસ સ્ટેશન અને ભાવિ સસરાના ઘરની નજીક ...

પ્રેમનું કોચિંગ ક્યાં મળે?
* પ્રેમમાં નિષ્ફળ નીવડ્યા હોય એવા પ્રેમી પાસે...