જો તમે પણ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સીરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો જૂન મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. જૂનના પહેલાં બે અઠવાડિયામાં એટલે કે માત્ર 14 દિવસની અંદર ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટરટેઇનમેન્ટનો જોરદાર ધમાકો થવા જઈ રહ્યો છે. આ લિસ્ટમાં બોલિવૂડ અને હોલીવુડ ફિલ્મો ઉપરાંત કોરિયન ડ્રામા (K-Drama) અને સ્પોર્ટ્સ ડૉક્યુમેન્ટ્રીઝ પણ સામેલ છે. ચાલો જોઈએ કયા છે આ ડ્રામા જે તમારા જૂનને જોરદાર બનાવવા જઈ રહ્યા છે...
ધ હોટ સીટ (The Hot Seat) – ત્રીજી જૂન
આ નેટફ્લિક્સ પર આવનારો એક શાનદાર કોમેડી રોસ્ટ શો છે, જેને પૌલ ડી સેન્ટ હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં ફ્રાન્સના 1998 અને 2018ના ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ અને જાણીતા કોમેડિયન્સ એકબીજાની મજાક ઉડાવતા અને ખેંચતા જોવા મળશે.
પોલ્ડી (Poldi) – ચોથી જૂન
ફૂટબોલ પ્રેમીઓ માટે આ એક ખાસ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ છે. આ સીરીઝ જર્મનીના પ્રખ્યાત ફૂટબોલર લુકાસ પોડોલ્સ્કી (Lukas Podolski) ના જીવન અને તેમની શાનદાર ફૂટબોલ કરિયર પર આધારિત છે.
નાઇટ શિફ્ટ ફોર ક્યુટીઝ (Night Shift For Cuties) – ચોથી જૂન
ચોથી જૂનના રીલિઝ થનારી આ એક કોમેડી ડ્રામા સીરીઝ છે, જેની વાર્તા કે-પોપ (K-Pop) મ્યુઝિકના ક્રેઝી ફેન્સની આસપાસ ફરે છે. પોતાના મનપસંદ મ્યુઝિક બેન્ડને મળવા માટે આ ફેન્સ કઈ હદ સુધી જાય છે, તે આમાં ખૂબ જ રમૂજી રીતે દર્શાવવામાં આવ્યું છે.
મા બહેન (Maa Behen) – ચોથી જૂન
બોલીવૂડ ફેન્સ માટે આ જૂન મહિનાની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે. 'તુમ્હારી સુલુ' ફેમ ડિરેક્ટર સુરેશ ત્રિવેણીના નિર્દેશનમાં બનેલી આ એક બ્લેક કોમેડી અને ક્રાઇમ-થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત મુખ્ય રોલમાં છે અને તેમની સાથે તૃપ્તિ ડિમરી, ધ્વજના દુર્ગા, રવિ કિશન અને ગીતાંજલિ કુલકર્ણી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
મેક્સિકો 86 (Mexico 86) – પાંચમી જૂન
આ એક મોસ્ટ અવેટેડ કોમેડી-દ્રશ્ય ફિલ્મ છે. આ ફિલ્મમાં 1986ના ફિફા (FIFA) ફૂટબોલ વિશ્વ કપની હોસ્ટિંગ મેળવવા પાછળની કેટલીક અનકહી અને રસપ્રદ વાર્તાઓ પડદા પર લાવવામાં આવશે.
ટીચ યુ એ લેસન (Teach You A Lesson) – પાંચમી જૂન
કે-ડ્રામા લવર્સ માટે આ મસ્ટ વોચ ડ્રામા છે. જૂન મહિનાની પાંચમી તારીખે રીલીઝ થઈ રહેલો આ કે-ડ્રામા એક લોકપ્રિય વેબટૂન પર આધારિત મોસ્ટ અવેટેડ એક્શન સીરીઝ છે, જેનું નિર્દેશન હોંગ જોંગ-ચાન (Hong Jong-chan) દ્વારા કરવામાં આવ્યું છે.

ઓફિસ રોમાન્સ (Office Romance) – પાંચમી જૂન
હોલીવૂડ સુપર સ્ટાર જેનિફર લોપેઝ અને બ્રેટ ગોલ્ડસ્ટીન સ્ટારર આ એક અમેરિકન રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે. ઓલ પાર્કર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓફિસ લાઈફ અને રોમાન્સના તાણાવાણા પર આધારિત છે.
ધ ફેમિલી સીઝન 2 (My Family Season 2) – 10મી જૂન
આ બહુચર્ચિત ઇટાલિયન ડ્રામા શો 'માય ફેમિલી' તેની બીજી સીઝન સાથે પાછો આવી રહ્યો છે. આ સીરીઝમાં મુખ્ય પાત્ર ફોસ્ટોના મૃત્યુ પછી તેના પરિવારની બદલાતી પરિસ્થિતિઓ અને સંઘર્ષની વાર્તા બતાવવામાં આવી છે.
વાઈરલ હિટ (Viral Hit) – 11મી જૂન
આ એક મોસ્ટ અવેટેડ જાપાનીઝ એનિમેટેડ સીરીઝ છે. આ સીરિઝની સ્ટોરી એક નબળા અને ગરીબ છોકરા 'કોટા શિમુરા'ની છે, જે લાઈવ સ્ટ્રીમિંગ ફાઈટના માધ્યમથી પોતાની જિંદગી બદલવાનો પ્રયાસ કરે છે.
આઈ એમ ફ્રેન્કેલ્ડા (I Am Frankelda) – 12મી જૂન
12મી જૂનથી સ્ટ્રીમ થનારી આ સીરીઝ 19મી સદીના મેક્સિકોની એક અત્યંત પ્રતિભાશાળી લેખિકાની રહસ્યમય અને રસપ્રદ વાર્તા પર આધારિત છે.