Thu Oct 01 2026

Logo

એક્ટિંગ ટીચર બન્યા અસલી 'હીરો':10 વર્ષ સુધી પદડા પાછળ રહીને કામ કર્યા બાદ કઈ રીતે ચમકી 'કિસ્મત'?

2026-09-09 17:48:07
Author: Mumbai Samachar Team
એક્ટિંગ ટીચર બન્યા અસલી 'હીરો':10 વર્ષ સુધી પદડા પાછળ રહીને કામ કર્યા બાદ કઈ રીતે ચમકી 'કિસ્મત'?

Shobhinaw Satyaa (@shobhinawsatyaa)


મુંબઈઃ બોલિવૂડની ફિલ્મ 'હનુમાન અંશ' ની ચર્ચા આજે ઘર-ઘરમાં થઈ રહી છે. એક પણ ફાઈટ સીન નહીં અને કોઈ વાંધાજનક વિઝ્યુઅલ્સ નહી તેમ છતાં મેસેજ આપતી ફિલ્મે માઈલસ્ટોન ઊભો કરી દીધો છે. આ સિવાય ફિલ્મમાં એક પણ કલાકાર એવો નથી જેની કોઈ મોટી માર્કેટ વેલ્યુ હોય કે મોટું સ્ટારડમ હોય. કોઈ જ મોટા કલાકારો વગરની ફિલ્મમે 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બોલિવૂડની કેટલીક ફિલ્મોએ નવી નેગેટિવ સંસ્કૃતિ ઊભી કરી છે એવા માહોલ વચ્ચે 'હનુમાન અંશ' ફિલ્મે પોતાના સ્ટ્રંગ વિઝ્યુઅલ્સથી ગદા જેવા ઘા માર્યા છે. લોકો બે-બે વાર ફિલ્મને થેયટર્સમાં જોવા જઈ રહ્યા છે. લોકમાનસ પર સ્પિરિચ્યુઆલિટીના હિલિંગનો લેપ લગાવતી ફિલ્મે બોલિવૂડમાં મોટાકદના મેકર્સને વિચારતા કરી દીધા છે. 

એક્ટિંગ ટીચર બન્યા અસલ હીરો
ફિલ્મી દુનિયામાં જ્યારે પણ કોઈ ફિલ્મ સફળતાના શિખર સુધી પહોંચે છે ત્યારે એમાં કામ કરનારા કલાકારોના ગોડફાધરણ કોણ એની ચર્ચા જોરશોરથી શરૂ થઈ જાય છે. પણ લખનઉના રહેવાસી કલાકાર શોભિનવ સત્યા, જે 'હનુમાન અંશ'માં કામ કરે છે તેણે સાબિત કરી બતાવ્યું છે કે, ભલે શૈક્ષણિક લાયકાત મજબૂત હોય, મોટી હોય પણ ટેલેન્ટ પર કંટ્રોલ હોય, ટેલેન્ટ પર ભરોસો હોય તો કિસ્મતનો દરવાજો ભલે મોડો ખુલે પણ ખુલે છે એ વાત સો ટકાની છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પૂણેમાંથી એક્ટિંગનો કોર્ષ કરનારા શોભિનવ પોતે એક્ટિંગ ટીચર પણ રહી ચૂક્યો છે.

 'હનુમાન અંશ'માં આધ્યાત્મિક ગુરૂ નિમકરોલી બાબાનું મુખ્ય પાત્ર પ્લે કરીને દેશભરમાં છવાઈ ગયા છે. શોભિનવનો કરિયર ગ્રાફ દરેક વિદ્યાર્થી અને ફિલ્મ ક્ષેત્રે કરિયર બનાવવા માગતા યુવા માટે પ્રેરણાસ્ત્રોત છે. કલા અને થિયેટર્સમાં રસ દાખવતા શોભિનવે હજારો એવા હરીફને માત આપીને એક્ટિંગમાં મહારત હાંસલ કરી. મેથડ, કેરેક્ટર બિલ્ડિંગ અને સિનેમાની કેટલીક ટેક્નિકને સમજીને સ્ક્રિન સામે કેટલું બારિક કાંતિ શકાય એના પર પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું છે. 

બોલિવૂડના પ્રોજેક્ટ સાથે ડાયરેક્ટ ક્નેક્શન
જે આ ફિલ્મમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. માત્ર એક્ટિંગ શીખવી જ કાફી નથી, ક્યારેક બોલિવૂડમાં ટકી રહેવા માટે પદડા પાછળ પણ કામ કરવું પડે. આશરે 10 વર્ષ સુધી સ્ક્રિનની પાછળ રહી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, સેકન્ડ યુનિટ ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકે 'CID', 'રાગીની MMS રીટર્ન' અને 'મહાપૌર' જેવી ફિલ્મના પ્રોજેક્ટના ડાયરેક્ટ સેટ પર રહ્યા અને શીખ્યા. એ વાત પણ હકીકત છે કે, ફિલ્મમાં લીડ રોલ પ્લે કરનાર શોભિનવ બાબા માટેના પાત્ર માટેની પહેલી પસંગદી હતા જ નહીં.

પ્રિ પ્રોડક્શન શરૂ થયું એના બે દિવસ બાદ તેણે એન્ટ્રી મારી હતી. પણ મેકર્સની જેવી નજર એના પર પડી, એના એક્સપ્રેશન, ચહેરાના હાવભાવ, એક્ટિંગ અને હાલવા ચાલવાની રીત પરથી તેને મુખ્ય પાત્ર મળ્યું. એટલું જ નહીં કોસ્ચ્યુમ ડિઝાઈનરે પણ મેકર્સને કહ્યું કે, શોભિનવનો ચહેરો નીમકરૌલી બાબાને મળતો આવે છે. પછી મેકર્સે તેને એકેડેમિક ટ્રેનિંગ માટે અને ફેસ બેલેન્સ પર કામ કરવા માટે ખાસ સેશન માટે મોકલ્યા હતા. 

કોણ છે અનુપ્રિયા નાગર?
જ્યારે ખ્યાલ આવ્યો કે, લીડ રોલ પ્લે કરવાનો છે એ સમયે એની તબિયત અચાનક બગડી ગઈ હતી. ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદી તેને મંદાકિની નદીના ઘાટ પર લઈ ગયા, ત્યાં નૌકાવિહાર દરમિયાન 4 કલાક સુધી ત્યાં ઓડિશન ચાલ્યું હતું.  એ સમયે એક્ટિંગ કોર્ષમાં શીખેલી નાનામાં નાની વસ્તુઓ કામ આવી અને ટાઈમિંગ પર પર્ફેક્શન શું હોય એ સાબિત કર્યું. આમ શોભિનવનો રોલ મુખ્ય પાત્રમાં માટે પસંદ થયો અને પછી ફિલ્મ મળી. વર્ષ 1975-76માં આવેલી ફિલ્મ 'જય સંતોષીમા' જોવા માટે લોકો થિયેટરની બાહર ચંપલ ઊતારીને જતા એવું જ આ ફિલ્મમાં જોવા મળ્યું છે.

આવી ફિલ્મને ખાસ કોઈ મલ્ટિમીડિયા માર્કેટિંગની જરૂર હોતી નથી, લોકો દ્વારા એનું માઉથ ટુ માઉથ માર્કેટિંગ થતું હોય છે. કદાચ આ જ કારણે ફિલ્મનો વકરો 100 કરોડ સુધી પહોંચી ગયો હતો. 'હનુમાન અંશ'ના આઈડિયા પાછળ પર કોઈ માઈલસ્ટોન કહી શકાય એવા કોઈ કદાવર મેકર્સનો હાથ નથી. 21 વર્ષની યંગ અને ડાઈનામાઈક વિચારો ધરાવતી અનુપ્રિયા નાગરનો છે. જે મૂળ મુંબઈની છે અને પોતાના એક ખાસ અસાઈમેન્ટ માટે નીમકરૌલી બાબાના આશ્રમમાં ગઈ હતી. એના અસાઈમેન્ટમાં તીવ્રતા ત્યારે વધી ગઈ જ્યારે સ્ટીવ જોબ્સે નીમકરૌલી બાબાના આશ્રમની મુલાકાત કરી હતી. કદાચ ફિલ્મ બનાવવાની શરૂઆત એના મનથી અહીંયાથી જ થઈ હશે. બાબાનું આધ્યામિત્ક ક્નેક્શન જાણવાની ઈચ્છા સ્ક્રિન સુધી પહોંચી ગઈ. એ પણ આ ફિલ્મ પાછળનું સત્ય છે.