નવી દિલ્હી: પીએમ મોદીની મુલાકાત પૂર્વે ફ્રાંસે ભારતને મોટી ભેટ આપી છે. તેમજ રાફેલ ફાઈટર જેટની ટેકનોલોજી ટ્રાન્સફર માટેની જાહેરાત કરી છે. ફ્રાંસે આ ઉપરાંત ભારતીય શસ્ત્રોના એકીકરણ માટે સંપૂર્ણ સહમતી વ્યક્ત કરી છે. તેમજ મેક ઇન ઈન્ડિયા આ ડીલનો મહત્વપૂર્ણ હિસ્સો હશે.
ભારત સાથેના સબંધો લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી
આ ઉપરાંત રાફેલ જેટમાં ભારતમાં વિકસિત શસ્ત્રો, મિસાઇલો અને દારૂગોળો એકીકૃત કરવો પણ કરારનો એક ભાગ છે. તેમજ ફ્રાન્સે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સાથેના તેના સંરક્ષણ સંબંધોને લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી તરીકે મૂલવે છે.
દ સોલ્ટ એવિએશન એક ભારતીય કંપની સાથે ભાગીદારી કરશે
આ દરમિયાન ભારતે 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે ફ્રાન્સને ઔપચારિક વિનંતી પત્ર (LoR) મોકલ્યો છે. જે બે દેશો વચ્ચે સંરક્ષણ ખરીદી પ્રક્રિયા શરૂ કરવા માટેનો ઔપચારિક દસ્તાવેજ છે. ભારતીય વાયુસેના (IAF) માટે બનાવાયેલ આ રાફેલ જેટ "મેક ઇન ઇન્ડિયા" પહેલ હેઠળ બનાવવામાં આવશે. તેમજ ફ્રેન્ચ ઉત્પાદક દ સોલ્ટ એવિએશન એક ભારતીય કંપની સાથે ભાગીદારી કરશે.
114 વિમાન ભારતીય શસ્ત્રો અને મિસાઇલોથી સજ્જ હશે
ભારતે આ સોદા માટે કેટલીક બિન-વાટાઘાટોપાત્ર શરતો મૂકી છે. જેમાં સ્વદેશી શસ્ત્રોનું એકીકરણ, ભારતીય ડેટા લિંક સિસ્ટમ્સ અને ડિજિટલ નેટવર્કિંગ ક્ષમતાઓનો સમાવેશ થાય છે. આ કરારમાં એન્જિન, એરફ્રેમ્સ અને એવિઓનિક્સ સંબંધિત ટેકનોલોજીનું ટ્રાન્સફર શામેલ છે. તેમજ બધા 114 વિમાન ભારતીય શસ્ત્રો અને મિસાઇલોથી સજ્જ હશે. દસોલ્ટ સુરક્ષિત ડેટા લિંક્સ પણ પ્રદાન કરશે, જે રાફેલ જેટને ભારતીય રડાર, સેન્સર અને ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ સાથે સંપૂર્ણપણે સંકલિત કરવામાં સક્ષમ બનાવશે.