Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ગણેશ વિસર્જન, બગોદરામાં એક કિશોર અને રાજુલામાં એક યુવાન ડૂબ્યો, શોધખોળ ચાલુ

2026-09-25 22:26:04
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ગણેશ વિસર્જન, બગોદરામાં એક કિશોર અને રાજુલામાં એક યુવાન ડૂબ્યો, શોધખોળ ચાલુ

અમદાવાદ: ગુજરાતમા અમદાવાદ સહિત અનેક શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વિસર્જન યાત્રાઓ નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો જોડાયા હતા.જોકે, આ દરમિયાન અમદાવાદના બગોદરા પાસે ગણેશ વિસર્જન બાદ તળાવમાં નહાવા પડેલા બે કિશોરોમાંથી એક ગુમ થતાં એસડીઆરએફ  દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે. જ્યારે રાજુલામાં દરિયા કાંઠે વિસર્જન દરમિયાન એક યુવક ડૂબ્યો છે.જેની શોધખોળ ચાલી રહી છે.  આ ઉપરાંત અમરેલી જિલ્લાના બાબરામાં ચેકડેમમાં નહાવા પડેલા ચાર યુવકોના મોત થયા હતા. 

એક કિશોરને તરતા આવડતું હોવાથી તેનો  બચાવ 

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળાના બગોદરા શિયાળ રોડ પર આવેલા તળાવમાં ગણપતી પધરાવી નહાવા પડેલા બે કિશોરો ડૂબ્યા હતા. જેમાં એક  કિશોરને તરતા આવડતું હોવાથી તેનો આબાદ બચાવ થયો છે.જ્યારે બીજો કિશોર પાણીમાં ગરકાવ થતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

10 દિવસીય ગણેશોત્સવનું આજે અનંત ચતુર્દશીએ સમાપન

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું હતું. ત્યારે ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી હતી. છે. તેમજ ઢોલ-નગારા અને DJ સાથે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી. ગણેશ વિસર્જન દરમ્યાન એક અનોખો અને ભાવુક નજારો પણ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત અન્ય એક દુર્ઘટના અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે બની હતી. જેમાં ચેકડેમમાં નાહવા ગયેલા ચાર યુવકોના પાણીમાં ડૂબી જતાં મોત થયા હતા. આ અંગે જાણ થતાં પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય લાશ બહાર કાઢી હતી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. 

રાજુલામાં એક યુવક ડૂબ્યો શોધખોળ ચાલુ 

આ ઉપરાંત ગણેશ વિસર્જનમાં રાજુલાના ચાંચ બંદર દરિયા કાંઠે ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકો ડૂબ્યા હતા. જેમાં 3ને બચાવી લેવાયા હતા અને એકની શોધખોળ ચાલી રહી છે.