ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81માં સત્ર દરમિયાન યોજાયેલી એક પત્રકાર પરિષદમાં, શુક્રવારે પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો ભારત પર આરોપ મૂકનાર પાકિસ્તાની પત્રકારને વિદેશ મંત્રી એસ. જયશંકરે આકરો જવાબ આપ્યો હતો. એસ. જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેસોલોવ ન્યાન્તી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે 'જહાજો અને નાવિકોની સલામતી અને સુરક્ષા' અંગેના 'ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ' (Group of Friends) વિશે પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા.
પાકિસ્તાને પત્રકારે પૂછ્યો સવાલ
તે પછી, એક પાકિસ્તાની પત્રકારે ઊભા થઈને પૂછ્યું કે ભારત સરકાર ક્યારે પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરશે? આ સવાલના જવાબમાં જયશંકરે આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. આ અત્યંત આઘાતજનક છે કે, એક આતંકવાદી રાષ્ટ્ર મને આ પ્રશ્ન પૂછી રહ્યું છે.
Breaking: S Jaishankar shuts down Pakistani journalist at the UN
— Shashank Mattoo (@MattooShashank) September 25, 2026
Journalist: When will your govt stop sponsoring terrorism in Pakistan?
Jaishankar: A terrorist country is asking me that question? Come on! pic.twitter.com/Zif8WawQaF
ત્યારબાદ, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ પણ પાકિસ્તાની પત્રકારને કહ્યું, તમને તમારો જવાબ સ્પષ્ટપણે મળી ગયો છે. આ પહેલા ગુરુવારે, જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્રના ભવનમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે એક ભારતીય પત્રકારે તેમને પૂછ્યું હતું કે, તેઓ ક્યારે આતંકવાદીઓને આશરો આપવાનું બંધ કરશે.
Glad to co-chair the inaugural meeting of Group of Friends on Safety & Security of Shipping & Seafarers, along with Liberia FM Sara Beysolow Nyanti #GoFonS4 #UNGA81
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 25, 2026
✅ Highlighted that commercial shipping and mariners have been subjected to repeated attacks in the Gulf, the Red… pic.twitter.com/9PuTWNorWR
જયશંકરે જણાવ્યું હતું કે...
સંયુક્ત રાષ્ટ્ર (UN) ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલતા, એસ. જયશંકરે વ્યાપારી જહાજો અને તેમાં કામ કરતા નાવિકો પર તાજેતરમાં થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને તેમની સુરક્ષા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું, આપ સૌ જાણો છો કે તાજેતરના મહિનાઓમાં વિશ્વએ વ્યાપારી જહાજો અને નાવિકો પર અસ્વીકાર્ય હુમલાઓ જોયા છે. આવી ઘટનાઓ હોર્મુઝની સામુદ્રધુની, લાલ સમુદ્ર અને કાળા સમુદ્રમાં બની છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિંસા અને જાનહાનિ માટે કોઈ પણ પ્રકારનું સમર્થન કે વાજબી કારણ હોઈ શકે નહીં; તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું કે આ હુમલાઓ બંધ થવા જ જોઈએ.