Mon Oct 05 2026

Logo

સાયોની ઘોષ સહિત TMC ના 20 બળવાખોર સાંસદોને રાહત, લોકસભા સ્પીકરે 15 દિવસનો સમય આપ્યો

2026-09-25 20:43:13
Author: Chandrakant Kanoja
સાયોની ઘોષ સહિત TMC ના 20 બળવાખોર સાંસદોને રાહત, લોકસભા સ્પીકરે 15 દિવસનો સમય આપ્યો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા' માં જોડાયેલા  સાયોની ઘોષ સહિતના 20 બળવાખોર સાંસદોને રાહત મળી છે. આ સાંસદોને ગેરલાયક ઠેરવવાની અરજીનો જવાબ રજૂ કરવા લોકસભાના સ્પીકરે 15 દિવસનો વધુ સમય 
આપ્યો છે. 

તેમને વધારાના 15 દિવસ આપ્યા

આ સાંસદોએ હવે 8  ઓક્ટોબર સુધીમાં તેમના જવાબો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ અગાઉની સમયમર્યાદા 22 સપ્ટેમ્બરે પૂરી થઈ ગઈ હતી. જોકે,  ત્યારબાદ બળવાખોર સાંસદોએ લોકસભાના સ્પીકર પાસે એક મહિનાનો વધારાનો સમય માંગ્યો હતો. જોકે, તેમને વધારાના 15 દિવસ આપ્યા છે.  

અભિષેક બેનર્જીએ સાંસદો વિરુદ્ધ 

જોકે, જૂન મહિનામાં  ટીએમસી ના મમતા જૂથના અભિષેક બેનર્જીએ લોકસભાના અધ્યક્ષને બંધારણની દસમી અનુસૂચિ હેઠળ આ સાંસદો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ આ બાબતની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંબંધિત સાંસદોને નોટિસ ઇસ્યુ કરી હતી અને અધ્યક્ષ સમક્ષ પેન્ડિંગ કાર્યવાહીમાં ઝડપ લાવવા જણાવ્યું હતું.