Tue Aug 18 2026

Logo

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મોડી હોસ્પિટલ ખસેડાયા, અનેક તર્કવિતર્કો...

islamabad   2026-02-24 16:16:50
Author: Chandrakant Kanoja
Article Image

Shahzaib Akber/EPA


ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે. જોકે, સોમવારે મોડી રાત્રે તેમને જેલમાંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેની જાણ તેમની  પાર્ટીના કાર્યકરોને વહેલી સવારે થઈ હતી. જેની બાદ તેમની ચિંતામાં વધારો થયો છે.  ઈમરાન ખાનને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને આંખમાં સમસ્યા હતી અને તેમને સારવાર માટે ત્યાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ વહીવટીતંત્રે કહ્યું કે તેમને ત્રણ ઇન્જેક્શનની જરૂર હતી. આ બીજું ઇન્જેક્શન હતું  એવું કહેવાય છે કે તેમની જમણી આંખમાં ફક્ત 15 ટકા દ્રષ્ટિ રહી છે. 

ઇમરાન ખાનની હાલત સ્થિર

ડોક્ટરોનું કહેવું છે કે ઇમરાન ખાનની હાલત સ્થિર છે. ઇન્જેક્શન પછી પણ તેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બધું સામાન્ય જણાતાં તેમને રજા આપવામાં આવી હતી. સંસદીય બાબતોના મંત્રી તારિક ફઝલ ચૌધરીએ ટ્વિટર પર લખ્યું, "એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે ઇમરાન ખાનને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન કડક સુરક્ષા જાળવવામાં આવી હતી. તેમને તમામ કાનૂની અને માનવતાવાદી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. મંત્રીએ એમ પણ કહ્યું કે ડોક્ટરોનું કહેવું છે કે ઇમરાન ખાનની દ્રષ્ટિ સુધરી રહી છે. તેઓ પહેલા કરતાં ઘણી સારી રીતે જોઈ રહ્યા છે.

બે વાગ્યે હોસ્પિટલમાં લઈ જતો વિડીયો વાઈરલ

ઈમરાન ખાનને ત્રીજુ ઇન્જેક્શન હવે 24 માર્ચના રોજ આપવામાં આવશે. જોકે, હાલમાં તેમને રાત્રે બે વાગ્યે હોસ્પિટલમાં લઈ જતો વિડીયો વાઈરલ થયો છે. આ અંગે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા બેરિસ્ટર ગોહર ખાને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે તેમને રાત્રે 2 વાગ્યે ખબર પડી કે ઇમરાન ખાનને ત્યાં લાવવામાં આવ્યા છે. તેમણે પૂછ્યું કે આ રીતે ગુપ્ત રીતે  ક્યા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે.

સારવાર શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં થવી જોઈએ

ગોહર ખાને કહ્યું કે તેમના સમર્થકોને ઇમરાન ખાનની સારવાર વિશે જાણ કરવી જોઈએ. તેમણે કહ્યું કે તેમની સારવાર શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં થવી જોઈએ. તેમણે કહ્યું કે તેમની સારવાર ફક્ત ત્યારે જ થવી જોઈએ જ્યારે તેમના અંગત ડૉક્ટર હાજર હોય અથવા  પરિવારના કોઓ સભ્ય હાજર હોય.