Thu Oct 08 2026

Logo

ઇંગ્લૅન્ડની 3-0થી ક્લીન સ્વીપઃ શ્રીલંકા સતત 15મી ટી-20 હાર્યું

Manchester   2026-09-19 22:44:07
Author: Ajay Motiwala
ઇંગ્લૅન્ડની 3-0થી ક્લીન સ્વીપઃ શ્રીલંકા સતત 15મી ટી-20 હાર્યું

મૅન્ચેસ્ટરઃ ઇંગ્લૅન્ડે અહીં શનિવારે શ્રીલંકા (SriLanka) સામેની ત્રીજી અને અંતિમ ટી-20 મૅચ પણ જીતી લીધી હતી અને એ સાથે એનો 3-0થી વાઇટવૉશ કર્યો હતો. બૅટિંગમાં જૉસ બટલર (62 અણનમ, 32 બૉલ, બે છગ્ગા, સાત ચોગ્ગા) આ મૅચનો હીરો હતો. જોકે સૉની બેકર (3.5-0-17-2)ને મૅન ઑફ ધ મૅચનો અને હૅરી બ્રૂક (Brook)ને શ્રેણીમાં એક સદી સહિત કુલ 170 રન બનાવવા બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.

ઇંગ્લૅન્ડ સામે શ્રીલંકા સતત 15મી ટી-20 મૅચ હારી ગયું છે. એ સાથે ઇંગ્લૅન્ડે ભારતના હાથમાંથી નંબર-વનની રૅન્ક આંચકીને ફરી સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે.

શનિવારે ચરિથ અસલન્કાના સુકાનમાં શ્રીલંકાની ટીમ ફક્ત 124 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઇંગ્લૅન્ડે 9.4 ઓવરમાં બે વિકેટે 126 રન બનાવીને વિજય મેળવ્યો હતો. મૅચ પૂરી થઈ ત્યારે બ્રિટિશ ટીમના 62 બૉલ બાકી હતા.