નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ધર ધ્રુજી ઊઠતા ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે સાંજના સમયે અચાનક ભૂકંપના આંકતા અનુભવાતા દોડધામ મચી ગઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાનું જાણવા મળ્યું છે.માત્ર અફઘાનિસ્તાનમાં જ નહીં ભારતના અન્ય રાજ્યમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાસ કરીને ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે કોઈ જાનમાલને નુકસાન થયું હોય એવી કોઈ વિગત સામે આવી નથી.
કાશ્મીરથી લઈ દિલ્હી સુધી ઝટકા
શનિવારે સાંજે 7.40 વાગ્યા આસપાસ પંજાબ, ચંદીગઢ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. શુક્રવારે પણ પાકિસ્તાનના દક્ષિણ પૂર્વ પ્રાંત બલુચિસ્તાનમાં સતત પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે શનિવારે સવારે બરખાન અને તેની આસપાસના વિસ્તારમાં ઝટકા અનુભવાતા નાસભાગ મચી ગઈ હતી.આ ઘટનામાં પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ઘણા પરિવારના ઘરને મોટું નુકસાન પહોંચ્યું છે. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 5.2થી 4.3 વચ્ચે મપાઈ હતી. પાકિસ્તાનના હવામાન વિભાગે એક રિપોર્ટ જાહેર કરતા કહ્યું હતું કે, આ ભૂકંપ એક ફોલ્ટલાઈન પર આવ્યો છે. બની શકે છે કે, દુનિયાના અન્ય ભાગમાં આવેલા ભૂકંપનો એક ભાગ હોય. જે ઝટકા રૂપે પાકિસ્તાનમાં પણ મહેસૂસ થયો હોય. બલુચિસ્તાનમાં ભૂતકાળમાં અનેક શક્તિશાળી ભૂકંપ આવ્યા છે, જેના કારણે જાનહાનિ થઈ છે અને ઇમારતો અને ઘરોને વ્યાપક નુકસાન થયું છે.
વિનાશક ભૂકંપે ભોગ લીધો
ઓક્ટોબર 2021માં, પ્રાંતના હરનાઈ જિલ્લામાં આવેલા ભૂકંપમાં 40 લોકો માર્યા ગયા હતા. જ્યારે 300 ઘાયલ થયા હતા અને દૂરના વિસ્તારોમાં વ્યાપક વિનાશ થયો હતો. તે પહેલાં, સપ્ટેમ્બર 2013માં, બલુચિસ્તાનના ઘણા ભાગોમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં આશરે 350 લોકો માર્યા ગયા હતા અને 300,000 થી વધુ લોકોને અસર થઈ હતી.
શનિવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ કારણે જમ્મુ કાશ્મીર અને દિલ્હી એનસીઆર સુધીના વિસ્તારમાં કંપન્ન અનુભવાયું હતું.ભારતીય વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ અનુસાર ભૂકંપની સેન્ટર અફઘાનિસ્તાનમાં હોવાનું જાણવા મળ્યું હતું. 215 કિમી ઊંડાઈ સુધી કંપન્ન અનુભવાયું હતું. કંપન્ન અનુભવાતા દિલ્હી એનસીઆર અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘર અને ઓફિસની બાહર નીકળી ગયા હતા.